કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભર શિયાળે ભારે વરસાદને કારણે અહીયા જનજીવન ખોરવાયું છે. આપને જોણીને નવાઈ લાગશે કે અહીયા ભારે વરસાદને કારણે આંધ્રમાં ૩૩ લોકોના મોત થયા છે. જ્યારે ૧૨ લોકો ગાયબ છે. બીજી તરફ કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
હજુ પણ અહીયા ભારે વરસાદની આગાહીને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૫ તારીખ સુધી અહીયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથેજ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે રાજ્યમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથેજ નીચાણવાળા વિસ્તારોમાં તો જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત રેલ્વે અને હાઈવે પણ અહીયા તો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે લોકોને આવવા જવામાં પણ ભારે તકલીફ થઈ રહી છે અને ઘણા બધા લોકો ત્યા ફસાઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ૫ દિવસ સુધી કર્ણાટક, કેરળ, તમિલનાડું, અને પુડ્ડચેરીમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત આગાંમી ૨૪ અને ૨૫ નવેમ્બરે તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતીભારે વરસાદ પડવાની સંભવના વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે કર્ણાટકમાં ૨૪ના મોત થયા છે જ્યારે આંધ્રમાં ૩૩ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વરસાદને કારણે ૬૫૮ ઘર પૂરી રીતે પડી ગયા છે. સાથેજ ૧૯૧ પશુઓના મોત પણ થયા છે. આ સિવાય ચેન્નઈથી કોલકત્તા જવા વાળા નેશનલ હાઈવે ૧૬નો પણ એક ભાગ તૂટી ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ સમગ્ર મામલે ખેડૂતો માટે ૭૯ કરોડના રાહત ફંડની જોહેરત કરી છે.