સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને બે પાસપોર્ટ રાખવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અબ્દુલ્લા આઝમ પહેલાથી જ બે પાન કાર્ડ રાખવા બદલ સજા ભોગવી રહ્યો છે. તેથી, આ સુનાવણી દરમિયાન તેમની હાજરી વીડિયો કોન્ફરન્ફર્સિંગ દ્વારા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ આ મામલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાવી હતી. આરોપ હતો કે અબ્દુલ્લાએ અલગ અલગ જન્મ તારીખનો ઉપયોગ કરીને બે પાસપોર્ટ મેળવ્યા હતા, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.એફઆઈઆરમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે પાસપોર્ટ ખોટા અને બનાવટી દસ્તાવેજાના આધારે જારી કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પાસપોર્ટ કાયદા હેઠળ ગંભીર ગુનો છે. ટ્રાયલ દરમિયાન આઝમ ખાન દોષિત સાબિત થયા હતા અને સજા ફટકારવામાં આવી હતી.૧૯ નવેમ્બરના રોજ, રામપુરની ખાસ સાંસદ/ધારાસભ્ય અદાલતે આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને રામપુર જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમને પૂર્વ પરવાનગી વિના અન્ય કોઈ જેલમાં ટ્રાન્સફર ન કરવા જાઈએ. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આઝમ ખાનને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ‘ઉચ્ચ વર્ગની જેલ’ અને પૂરતી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આઝમ ખાને રામપુર જિલ્લા જેલમાં રાખવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. તેમણે તેમના ખરાબ સ્વાસ્થ્ય અને તેમની સામેના ૧૦૦ થી વધુ કેસ તેમજ તેમના પુત્ર સામેના આશરે ૪૫ કેસોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાંથી મોટાભાગના રામપુરમાં ચાલી રહ્યા છે. આઝમ ખાને એમ પણ વિનંતી કરી હતી કે તેમના દીકરાને રામપુર જેલમાં તેમની સાથે રાખવામાં આવે, કારણ કે તેમને તેમના દીકરાની તબિયત ખરાબ હોવાથી તેમના ટેકાની જરૂર હતી.







































