કોંગ્રેસ પક્ષની યુવા પાંખ યુવક કોંગ્રેસ દ્વારા બેહતર ભારત બુનિયાદી કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે બેંગ્લોર સ્થિત થવા જઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાંથી વધુમાં વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લે તેવા વિશેષ આગોતરા આયોજનના ઉપક્રમે રાજપાલસિંહ જાડેજાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશેષ માર્ગદર્શન પૂરું પાડીને મહત્તમ યુવાનોને જોડાવા હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા, પ્રમુખ મનીષભાઈ ભંડેરી, સમીરભાઈ કુરેશી, શરદભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.