આણંદમાં બેરોજગાર યુવકને એટલી મોટી રકમની જીએસટી વિભાગની નોટિસ મળી છે કે રકમ સાંભળીને કોઇની પણ આંખો પહોળી થઇ જાય.. આ યુવકને જીએસટી વિભાગે ૧૩૫ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે.

આ યુવક ભેજાબાજ શખ્સોના કાવતરાનો ભોગ બન્યો. આ શખ્સોએ યુવકના પાનકાર્ડના આધારે કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હતા. યુવકના ડોક્યુમેન્ટ્‌સ પર ૩ બોગસ કંપનીઓ ઉભી કરી આ કરોડોના ટ્રાન્જેક્શન કરાયા હતા. યુવકના પાનકાર્ડના આધારે આણંદ, અમદાવાદ અને વડોદરામાં બોગસ કંપનીઓ ઉભી કરાઇ હતી. હાલ તો સ્થિતિ એ છે કે આટલી મોટી રકમની જીએસટી વિભાગની નોટિસને લઇને યુવક ચિંતામાં મુકાઇ ગયો છે.

જો કે આવીજ અન્ય એક ઘટના ગીરસોમનાથના કોડિનારમાં સામે આવી છે.જ્યાં આઇટી વિભાગની ઘોર બેદરકારી જાવા મળી, અહીં ચાની કીટલી પર કામ કરતા યુવકને ૧૧૫ કરોડની નોટિસ ફટકારવામાં આવી, જેને કારણે યુવકનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. યુવકને ૧૧૫ કરોડના જંગી ટ્રાન્જેક્શન બાબતે ખુલાસો કરવા તાકીદ કરાઇ છે. ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ કરી મદદની માંગકરી છે.