મધ્યપ્રદેશના બેતુલમાં આરએસએસ પ્રચારકને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. રસ્તા પર બાઇક અથડાવાને કારણે વિવાદ શરૂ થયો. મામલો એટલો વધી ગયો કે બંને જૂથો એકબીજા સામે આવી ગયા. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પથ્થરમારો અને તોડફોડ થઈ, જેના કારણે પરિસ્થિતી તંગ બની ગઈ. જાકે, બાદમાં પરિસ્થિતી કાબુમાં આવી ગઈ.
આ દરમિયાન, કેટલાક યુવાનોએ આરએસએસ પ્રચારક શિશુપાલ યાદવ પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું. થોડીવારમાં જ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. વિવાદને સાંપ્રદાયિક તણાવમાં વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકો પોલીસ સામે પણ બેકાબૂ રહ્યા. જાકે, પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાનું શરૂ કર્યું. ભીડે પોલીસ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો. બંને પક્ષોએ શહેરના કેટલાક ભાગોમાં પથ્થરમારો કરીને અને પોલીસ સ્ટેશન સામે ટાયરો સળગાવીને પોલીસ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જાકે, તણાવ વધતો જાઈને, પોલીસ વહીવટીતંત્રે જિલ્લાભરમાંથી મુલતાઈમાં પોલીસ દળો તૈનાત કર્યા.
અહેવાલો અનુસાર, હુમલાના સમાચાર ફેલાતાં જ વિસ્તારમાં ગભરાટ ફેલાયો. બંને સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વાતાવરણ તંગ બન્યું. ગાંધી ચોક, બસ સ્ટેન્ડ અને મુખ્ય બજારમાં ભીડ એકઠી થવા લાગી, જેના કારણે પરિસ્થિતીને કાબુમાં લેવા માટે વધારાના પોલીસ દળોની માંગ કરવામાં આવી. કલેક્ટર, એસપી વીરેન્દ્ર જૈન, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સ્ટેશન હાઉસ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતીને નિયંત્રણમાં લીધી. સમગ્ર શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પરિસ્થિતી પર નજર રાખવા માટે વહીવટીતંત્રે મોડી રાત સુધી આ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું.આરએસએસ કાર્યકર દેવરાજ લોખંડેએ જણાવ્યું, “અમારા જિલ્લા પ્રચારક પર હુમલો કરવામાં આવ્યો છે. અમે માંગ કરીએ છીએ કે તમામ આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવે અને જમીન પરનો કોઈપણ ગેરકાયદેસર કબજા તાત્કાલિક દૂર કરવામાં આવે.”
દરમિયાન, પોલીસ અધિક્ષક વીરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, “મુલતાઈમાં, એક આરએસએસ પ્રચારકની બાઇકને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે હ્લૈંઇ નોંધી છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતી હાલમાં નિયંત્રણમાં છે. અમે બંને પક્ષોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ બહારના વ્યક્તિને શહેરમાં પ્રવેશતા અટકાવે અને શાંતિ જાળવી રાખે. વહીવટીતંત્ર હાલમાં એલર્ટ પર છે, અને મુલતાઈના તમામ મુખ્ય વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. કોઈપણ અફવાઓ કે ભડકાઉ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી આપવામાં આવી છે.”કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીના જણાવ્યા મુજબ, ગેરસમજને કારણે વિવાદ વધ્યો હતો, જેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે ચોક્કસ છે કે આ મામલો કોમી વિવાદ નહોતો. હવે જાવાનું એ રહે છે કે બંને પક્ષો વિવાદના ઉકેલ માટે શું પગલાં લે છે.










































