ભારત સરકાર દ્વારા ૨૨ જોન્યુઆરી, ૨૦૧૫ના રોજ લોન્ચ કરવામાં આવેલી ‘બેટી બચાઓ, બેટી પઢાઓર્નું પ્રદર્શન રાજ્યોમાં જોઈએ એટલું સારૂ નથી. તેને લઈને મહિલા સશક્તિકરણ સમિતિનો નવો રિપોર્ટ સરકાર તરફથી જોહેર કરવામાં આવેલો, જેમાં પૈસાનો યોગ્ય ઉપયોગ ન હોવાના કારણે નિરાશા વ્યક્ત કરવામાં આવી છે.મહારાષ્ટ્ર ભાજપના લોકસભા સાંસદ હીના વિજયકુમાર ગાવિતની અધ્યક્ષતાવાળી સમિતિએ લોકસભામાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો.
શિક્ષણના માધ્યમથી મહિલાઓના સશક્તિકરણ પર હીના ગાવિતે પાંચમો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, આ યોજનાની લગભગ ૮૦ ટકા ધનરાશિનો ઉપયોગ ફક્તને ફક્ત જોહેરાતો પાછળ કરવામાં આવ્યો છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ સાથે જોડાયેલા મુદ્દા પર નથી ખર્ચાયા. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ૨૦૧૪-૧૫માં તેની શરૂઆત બાદથી ૨૦૧૯-૨૦ સુધી આ યોજના માટે કુલ ૮૪૮ કરોડ રૂપિયા મંજૂર થયા. ૨૦૨૦-૨૧માં મહામારીના કાળને છોડતા આ દરમિયાન રાજ્યોને ૬૨૨.૪૮ કરોડ રૂપિયાની રકમ જોહેર કરવામાં આવશે.
સમિતિના રિપોર્ટમાં કહેવાયું છે કે, ફક્ત ૨૫.૧૩ ટકા રૂપિયા એટલે કે, ૧૫૬.૪૬ કરોડ રૂપિયા રાજ્યો દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે. જે આ યોજનાના અનુમાનિત ટાર્ગેટ અનુરૂપ પ્રદર્શન નથી. સમિતિના રિપોર્ટ અનુસાર ૨૦૧૬-૧૯ દરમિયાન જોહેર કરવામાં આવેલા કુલ ૪૪૬.૭૨ કરોડ રૂપિયામાંથી ફક્ત મીડિયામાં જોહેરાત પાછળ ૭૮.૯૧ ટકા ખર્ચ કરવામાં આવ્યો.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, જો કે, સમિતિ બેટી બચાઓ, બેટી પઢાઓને મેસેજને લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા અભિયાનની જરૂરિયાતને સમજી શકાય છે, પણ આ યોજનાના અન્ય ઉદ્દેશ્યોને પણ સંતુલિત રાખવા જરૂરી છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, પૈનલની ભલામણ છે કે, સરકારને શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી મામલા માટે આયોજીત વ્યય ફાળવણી પર ધ્યાન આપવું જોઈએ.