પંજોબમાં કહેવાતી રીતે ધાર્મિક બેઅદબીના અનેક મામલા બાદ સતત તનાવ વધી રહ્યો છે.રાજકીય પાર્ટીઓથી જોડાયેલા નેતાઓએ ધાર્મિક બેઅદબીના આરોપીઓને ફાંસીની સજો આપવા સુધીની માંગ કરી છે.આ વચ્ચે પ્રદેશના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ મોટું નિવેદન આપ્યું છે.તેમણે આવા મામલામાં કડક સજોની જોગવાઇ માટે બે વિધેયકોને મંજુરી આપવા માટે કેન્દ્ર સરકારથી અપીલ કરી છે કે તેને રાષ્ટ્રપતિની મંજુરી અપાવવામાં આવે.
એ યાદ રહે કે દંડ પ્રક્રિયા સંહિતા (પંજોબ સંશોધન) બિલ ૨૦૧૮ અને ભારતીય દંડ સંહિતા (પંજોબ સંશોધન) બિલ ૨૦૧૮ પંજોબ વિધાનસભાએ વર્ષ ૨૦૧૮માં મંજુરી આપી હતી તેને ત્યારે પ્રદેશના રાજયપાલે પણ લીલીઝંડી આપી દીધી હતી પરંતુ હજુ સુધી રાષ્ટ્રપતિની મંજુરી મળી શકી નથી આ કાનુનોમાં આવા લોકોને ઉમ્રકેદ સુધીની સજોની જોગવાઇ છે જે ગુરૂ ગ્રંથ સાહિબ,ભગવત ગીતા કુરઆન કે બાઇબલને નુકસાન પહોંચાડે અથવા અપવિત્ર કરવાના દોષી હોય.
રંધાવાએ ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં કહ્યું છે કે પંજોબમાં પવિત્ર ગ્રંથોની બેઅદબી મોટો મુદ્દો બનવા લાગ્યો છે શ્રી ગુરૂ ગ્રંથ સાહિબને શિખ એક જીવિત ગુરૂ માને છે વર્તમાન કાનુન જેમાં ત્રણ વર્ષની જોગવાઇ છે.તે તેનો સામનો કરવા માટે પુરતો નથી. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે પંજોબ એક સીમાવર્તી રાજય છે અને અહીં સાંપ્રદાયિક સદ્‌ભાવ બનાવી રાખવી ખુબ જરૂરી છે. તેના માટે બેઅદબી દ્વારા સાંપ્રદાયિક સદ્‌ભાવને બગાડવાનો પ્રયાસ કરનારાઓની વિરૂધ્ધ સખ્ત સજોની જોગવાઇ જરૂરી છે.આવામાં હું બીજીવાર વિનંતી કરૂ છું કે આ બિલો પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજુરી તાકિદે લેવામાં આવે અને આ સંબંધમાં રાજય સરકારને જોણ કરવામાં આવે