કર્ણાટકમાં બુધવારનાં રોજ સવારની શરૂઆતમાં જ ભૂકંપના જારદારક ઝટકા અનુભવાયા છે. અહીંયા બેંગલુરૂ પાસે ચિક્કાબલ્લાપુરામાં સવારનાં અચનાક ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યાં છે. આ અંગેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે. જાણકારી અનુસાર, ચિક્કાબલ્લાપુરામાં સવારનાં અંદાજે ૭ વાગીને ૧૪ મિનિટે ભૂકંપ આવ્યો છે. આ દરમ્યાન તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ માપવામાં આવી છે.

જા કે, હજુ સુધી ભૂકંપની તીવ્રતા વધારે ના હોવાના કારણે કોઇ પણ પ્રકારનું નુકસાન થવાના સમાચાર સામે નથી આવ્યાં. એવું જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ભારતના ભાગમાં ભૂકંપના ઝટકાને અનેક લોકોએ અનુભવ કર્યાં છે. તેનું કેન્દ્રબિંદુ ૬૬ કિમી સુધી અંદર રહ્યું છે.