બેંક ઓફ બરોડાના ૧૧૬મા સ્થાપના દિન નિમિત્તે બગસરામાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારમાં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો માટે બેંક ઓફ બરોડાની બગસરા શાખા દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ બાળકોને વિવિધ ભેટ આપવામાં આવી હતી. જેમાં શૈક્ષણિક કિટ જેમાં ચોપડા, સ્લેટ, લંચ બોકસ જેવી ઉપયોગી વસ્તુઓ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે બેંક ઓફ બરોડા બગસરા શાખાનો સ્ટાફ જેમાં બેંક મેનેજર રાકેશભાઈ, બ્રીજેશભાઈ મહેતા તેમજ પ્રકાશભાઈ સોલંકીએ ઉપસ્થત રહી વિતરણ કર્યું હતું.