(એ.આર.એલ),પુણે,તા.૩૦
મહારાષ્ટથી લઈને હિમાચલ સુધી ગેરકાયદે મસ્જદોને લઈને હોબાળો વધી રહ્યો છે. હવે પુણેમાં ગેરકાયદેસર મસ્જદ અને મદરેસા પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકાએ મધરાતે ગેરકાયદે બાંધકામો સામે આ કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પુણેના પિંપરી ચિંચવાડમાં તમામ ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવે.
છ મહિના પહેલા મેટ્રોપોલિટન કોર્પોરેશને આવા તમામ ગેરકાયદેસર રીતે બનેલા ધાર્મિક સ્થળોને નોટિસ પણ મોકલી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી, જે બાદ મેટ્રોપોલિટન કોર્પોરેશને આ કાર્યવાહી કરી હતી. ત્યાંના મુસ્લમો મસ્જદ અને મદરેસા પર બુલડોઝરની કાર્યવાહીનો સખત વિરોધ કરી રહ્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં મુસ્લમ સમાજના લોકો તેને બચાવવા ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ, પરિસ્થતિ વધુ વણસે નહીં તે માટે વહીવટીતંત્રે મોટી સંખ્યામાંપોલીસ દળો તૈનાત કરી દીધા હતા. વિરોધ દરમિયાન, પોલીસે મુસ્લમ સમુદાયના કેટલાક જવાબદાર નેતાઓની પણ અટકાયત કરી હતી જેમને સવારે ૫ વાગ્યે છોડી દેવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે આ આખો મામલો પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવડનો છે. ૨૫ વર્ષ પહેલા અહીં એક મસ્જદ બનાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં અમિયામાં દારુલ ઉલૂમ જામિયાના નામથી મદરેસા ચલાવવામાં આવી રહી હતી. હિન્દુ સંગઠનોએ તેની સામે ફરિયાદ કરી હતી. દરમિયાન હાઈકોર્ટે પણ આ વિસ્તારના તમામ ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ ગઈકાલે રાત્રે મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝિંગ શરૂ કર્યું હતું. આ કાર્યવાહીમાં મદરેસાને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો હતો અને ગેરકાયદે બાંધકામને કારણે મસ્જદનો કેટલોક ભાગ પણ તોડી પાડવામાં આવ્યો હતો.એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મસ્જદ તોડી પાડવાના મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું કે પુણેમાં માત્ર એક મસ્જદ તોડી પાડવામાં આવી રહી છે, જ્યારે તેની આસપાસના હજારો મકાનો ગેરકાયદેસર છે. ઓવૈસીએ ટ્વટર પર ટ્વીટ કર્યું કે પિંપરી-ચિંચવડ પુણેના થેરગાંવ કાલિયાવાડીમાં એક મસ્જદ છે, જે છેલ્લા ૨૫ વર્ષથી અસ્તત્વમાં છે. મસ્જદની આસપાસ લગભગ એક હજાર ઘરો છે, જેની પાસે પણ કોઈ પરવાનગી નથી, પરંતુ માત્ર મસ્જદ દારુલુલમ જામિયા ઈનામિયાને તોડી પાડવામાં આવી રહી છે. મહારાષ્ટના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે આ ભેદભાવ માત્ર એક મસ્જદ માટે જ કેમ, એવા ઘરોનું શું કે જેની પાસે પણ કોઈ પરવાનગી નથી.