(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૮
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ આગામી ફિલ્મ ૮૩ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે જ્યારે દીપિકા તેમનાં પત્ની રોમી દેવનો રોલ ભજવી રહી છે. આ કપલ હાલમાં જ દુબઈ પહોંચ્યું હતું. જ્યાં તેમને શાનદાર ભેટ મળી હતી. સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર ‘૮૩’નું ટ્રેલર દર્શાવાયું હતું. આ નજોરાને રણવીર-દીપિકાએ જોયો ત્યારે તેમની ખુશીનો પાર નહોતો રહ્યો. કપલનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બુર્જ ખલીફા પર ફિલ્મ ‘૮૩’નું ટ્રેલર બતાવાયું હતું. આ જોઈને દીપિકા અને રણવીર સહિત ફિલ્મની આખી ટીમ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી. પૂર્વ ક્રિકેટર કપિલ દેવ પણ આ દરમિયાન ત્યાં હાજર હતા. વિશ્વની સૌથી ઊંચી ઈમારત પર પતિની ફિલ્મનું ટ્રેલર જોઈને દીપિકાની ખુશીનું ઠેકાણું નહોતું અને આ ક્ષણ તેના માટે ગર્વની હતી. ખુશીથી દીપિકાને પતિનો હાથ પકડતી સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે. રણવીર અને દીપિકાનો વધુ એક વિડીયો વાયરલ
થયો છે જે બુર્જ ખલીફા પર ૮૩નું ટ્રેલર બતાવાયું તે પહેલાનો છે. આ વિડીયોમાં દીપિકા કંઈક બોલતી જોવા મળી રહી છે. આ ખાસ ક્ષણની સાક્ષી બનવાની ખુશી તેના ચહેરા પર દેખાઈ રહી છે. રણવીર પોતાની અનોખી ફેશન સેન્સ માટે જોણીતો છે. ત્યારે બુર્જ ખલીફા પર ફિલ્મનું ટ્રેલર દર્શાવાયું તે પ્રસંગે રણવીર ગોલ્ડન રંગના ટોપ, બૂટ અને ગોગલ્સમાં જોવા મળી રહ્યો છે. જ્યારે દીપિકા લાલ રંગના આઉટફિટમાં જોવા મળે છે. રણવીર-દીપિકા, ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન અને પત્ની મિનિ માથુર તેમજ ૮૩ની બાકીની ટીમે સાઉદી અરબના જેદાહમાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. અહીં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું. ફિલ્મ પૂરી થયા બાદ દર્શકો સ્ટેન્ડિંગગ ઓવેશન આપ્યું હતું. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોએ ફિલ્મને તાળીયોના ગડગડાટથી વધાવી લેતાં રણવીરે હાથ જોડીને તેમનો આભાર માન્યો હતો. ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્‌ડ કપની ઐતિહાસિક જીત પર આધારિત આ ફિલ્મમાં રણવીર એ વખતના ટીમ ઈÂન્ડયાના કેપ્ટન કપિલ દેવના રોલમાં છે. રણવીરે ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધાનો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ શેર કર્યો છે. આ ફિલ્મ ફેસ્ટીવલમાં રણવીર-દીપિકા, કબીર ખાન-મિનિ માથુર ઉપરાંત કપિલ દેવ અને તેમનાં પત્ની રોમી ઉપÂસ્થત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં એક્ટર તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, આદિનાથ કોઠારે, ધૈર્ય કારવા, આર બાર્ડી, એમી વિર્ક, હાર્ડી સંધુ, નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર અને પંકજ ત્રિપાઠી પણ મહત્વના રોલમાં છે.