મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજકાલ અધિકારીઓની બેઠકો દરમિયાન સતત કલાસ લઇ રહ્યાં છે.નવો મામલો ભૂઅધિકારી યોજના હેઠળ રાખવામાં આવેલ વર્ચુઅલ કાર્યક્રમનો છે જયાં બુરહાન કલેકટર પ્રવીણસિંહને મુખ્યમંત્રીના ગુસ્સાનો સામનો કરવો પડયો છે.
બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ બુરહાનપુરના કલેકટર પ્રવીણ સિંહ પર ગુસ્સે થઇ ગયા અને તેમને ઠપકો આપતા કહ્યું કે કલેકટર બુરહાનપુર અહીં તહીં મુડી હલાવશો નહીં,સીધુ સામે જોવો પ્રવીણ,જયારે હું બોલી રહ્યો છું તો તમને બોલવાનો અધિકાર નથી મારી નજર દરેક ગતિવિધિ પર રહે છે. ભૂ અધિકાર યોજના હેઠળ ભૂ અધિકાર પત્ર અને સ્થાયી પટ્ટા વિતરણના કાર્યક્રમમાં અનેક નેતા અને કલેકટર હાજર હતાં મુખ્યમંત્રી જયારે પોતાનું સંબોધન પુરૂ કરી રહ્યાં હતાં ત્યારે બુરહાનપુર કલેકટર પ્રવીણ સિંહની ગતિવિધિઓને જોઇ તેમને ગુસ્સો આવી ગયો અને બેઠકની વચ્ચે જ તેમને ફટકાર લગાવી
મુખ્યમંત્રી શિવરાજે કહ્યું હતું કે કોંગ્રેસે પાપ કર્યું હતું ચુંંટણી તો પહેલા જ ઓબીસી અનામતની સાથે થઇ રહી હતી પરંતુ કોંગ્રેસના લોકોએ જ સુપ્રીમ કોર્ટની પાસે જઇ રહ્યાં હતાં જેના કારણે આ નિર્ણય થયો હતો કે ઓબીસી અનામત વિના જ ચુંટણી થાય અમે હર સંભવ પ્રયાસ કર્યા કોઇ કસર છોડી નહીં ટ્રિપલ ટી ટેસ્ટ માટે અમે ઓબીસી પંચની રચના કરી