ભારતીય ક્રિકેટ ટીમ ઇગ્લેંડ વિરૂદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝના અંતિમ મુકાબલામાં ટકરાઇ છે. આ મેચમાં ટીમ ઇન્ડીયાએ ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની સદી બાદ શાનદાર વાપસી કરી. પરંતુ આ બંને ખેલાડીઓ કરતાં વધુ ચર્ચામાં જે ખેલાડી છે તે છે ટીમ ઇન્ડીયાના નવા કેપ્ટન જસપ્રીત બુમરાહ. બુમરાહ પાંચમા દિવસે બેટીંગ કરવા ઉતર્યા તેમણે એક નવો ઇતિહાસ રચી દીધો.
જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડીયા માટે પાંચમી ટેસ્ટના બીજો દિવસે બેટીંગ કરવા માટે આવ્યા તો તેમણે કમાલ કરી દીધો. બુમરાહે ઇગ્લેંડના મુખ્ય બોલર સ્ટુઅર્ટ બ્રોડના છોતરા કાઢી નાખ્યા. જોકે બ્રોડ ઇગ્લેંડ માટે ૮૪મી ઓવર લઇને આવ્યા. બુમરાહે આ ઓવરમાં તેમના પર જોરદાર હુમલો કરતાં ૩૫ રન ફટકાર્યા. આ ટેસ્ટ ક્રિકેટમાં એક ઇતિહાસ છે અને આજ સુધી મોટામાં મોટા બેટ્‌સમેન એક ઓવરમાં આટલા રન ફટકારી શક્યા નથી.
બુમરાહ બ્રોડની ઓવરના પ્રથમ બોલ પરથી જ તૂટી પડ્યા. તેમણે આ ઓવરના પ્રથમ બોલમાં ચોગ્ગો ફટકાર્યો, બીજો બોલ વાઇડ સાથે જ એક ચોગ્ગો જતો રહ્યો. ત્રીજો બોલ બ્રોડે નો બોલ ફેંક્યો અને તેના પર બુમરાહે સિક્સર ફટકારી. આ સાથે જ બુમરાહે સતત ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. ત્યારબાદ પણ આ ઓવરના છેલ્લો બોલ બાકી હતો. બુમરાહે સિંગલ લઇને સ્ટ્રાઇક બદલી દીધી. આ મુજબ બ્રોડની એક ઓવરમાં કુલ ૩૫ રન બનાવ્યા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલાં બ્રાયન લારાએ એક ઓવરમાં ૨૮ રન ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો.