બી.કોમ. સેમ.-૩ની બંને પરીક્ષાઓના સમય અંગે એ.બી.વી.પી. શહેર અધ્યક્ષ પ્રા. જે. એમ. તળાવીયાએ જણાવ્યું કે, તાજેતરમાં તા. રર-ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓમાં બી.કોમ. સેમ.-૩ (ર૦૧૬)ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં સમય ૧૦ઃ૩૦ થી ૧૩ઃ૦૦નો છપાયો છે અને બી.કોમ. સેમ.-૩ (ર૦૧૯)ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં સમય ૧૦ઃ૦૦ થી ૧રઃ૩૦નો છપાયો છે. ખરેખર તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય ૧૦ઃ૦૦ થી ૧રઃ૩૦નો રહેશે તેમ યુનિવર્સિટીમાંથી સ્પષ્ટતા કરવામાં આવી છે.