બી.આર.સી. ભવન કુંકાવાવ ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કુંકાવાવના દિવ્યાંગ શિક્ષકો તેમજ વિશેષ સન્માનિત વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. તેમજ દિવ્યાંગ બાળકોને પણ સન્માનિત કરાયા હતા. બીઆરસી ભાવેશભાઇ ગોંડલીયા, કિશોરભાઇ રંગાડ્યા, વસંતભાઇ કોરાટ, રાજુભાઇ ઓડેદરા, નિકેતભાઇ ભટ્ટ, નિકુંજભાઇ પંડ્યા, દક્ષાબેન ગઢીયા, નીતિનભાઇ પંડ્યા તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓ તેમજ લાયન્સ ક્લબ ડિસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઇ મોવલીયા, લાયન્સ ક્લબ ઓફ કુંકાવાવ પ્રમુખ પ્રિતેશભાઇ ડોબરીયા, અતુલભાઇ નસીત, પિયુષભાઇ ગુણા, રાજુભાઇ યાદવ, હિતેશભાઇ ખીમાણી, યોગેશભાઇ કાવઠીયા, ડો. ચૌધરી, અજયભાઇ રવિયા વગેરેએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિરીટભાઇ જાષી દ્વારા કરવામાં આવ્યું હતું.