સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં ૧૭ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે બુધવારે ટિવટ કરીને ટીમની નવી જર્સી ચાહકો સાથે શેર કરી હતી. બીસીસીઆઈએ ટ્‌વીટમાં લખ્યું, ‘ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.’
ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરવામાં આવી છે. બીસીસીઆઇએ બુધવારે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરી હતી. ભારત ૨૪ ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી ટી ૨૦ વર્લ્‌ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે પસંદ થયેલા ભારતીય ખેલાડીઓ હાલમાં યુએઈમાં છે અને આઈપીએલ ૨૦૨૧ માં ભાગ લઈ રહ્યા છે.
બીસીસીઆઇએ પહેલા જ જણાવી દીધું હતું કે ટીમ ઈન્ડિયાની નવી જર્સી બુધવારે લોન્ચ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાની નવી જર્સી જૂની જર્સીથી થોડી અલગ છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ જે જર્સી પહેરી હતી તે ઘેરો વાદળી હતો. આ જર્સી પણ સમાન રંગની છે પરંતુ તેની ડિઝાઇન અલગ છે. તેની વચ્ચે આછા વાદળી રંગની પટ્ટી પણ આપવામાં આવી છે. અગાઉની જર્સીમાં, ખભા પર તિરંગો હતો, પરંતુ આ જર્સીમાં ખભા પર કોઈ ડિઝાઇન નથી.
બીસીસીઆઈના સત્તાવાર ખાતામાંથી ટિવટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જૉડેજૉ અને જસપ્રિત બુમરાહને નવી જર્સી સાથે જૉઈ શકાય છે.જર્સી પહેરવાનું શરૂ કર્યું. તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી આવી છે. એમપીએલ સ્પોર્ટ્‌સ ભારતીય ટીમની સત્તાવાર કીટ સ્પોન્સર છે. ટીમ ઈન્ડિયાની આ કીટને ‘બિલિયન ચીયર્સ જર્સી’ નામ આપવામાં આવ્યું છે.