(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૮
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ)એ ભારતીય ટીમના આગામી નવા મુખ્ય કોચ બનવા માટે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. બીસીસીઆઈએ ૨૭મી મે સુધી અરજીઓ મંગાવી છે. આઈપીએલની ફાઈનલ મેચ ૨૬મી મેના રોજ રમાવાની છે. નોંધનીય છે કે, જૂનમાં ટી -૨૦ વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડનો કરાર સમાપ્ત થવાનો છે.
૪૨ વર્ષીય ગંભીરને આંતરરાષ્ટય કે ડોમેસ્ટક સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી.આઇપીએલ ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ સ્ટાફની જવાબદારી સંભાળી ચુક્યો છે.આઇપીએલ ૨૦૨૨ અને ૨૦૨૩માં લખનઉ સુપર જાયન્ટ્‌સનો મેન્ટર હતો. ૨૦૨૪માં કેકેઆર ટીમ સાથે જાડાયો અને ટીમે પ્લેઓફમાં ક્વોલિફાય પણ કરી લીધી છે.
ગૌતમ ગંભીર ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૧માં વન-ડે વર્લ્ડકપ જીતવામાં મહવની ભૂમિકા ભજવી હતી. આઈપીએલમાં ગંભીરે ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કમાન સંભાળી હતી. ૨૦૧૨ અને ૨૦૧૪માં ટીમને ચેમ્પયન બનાવી હતી. હાલ ગંભીર કોલકાતા ટીમનો મેન્ટર છે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.