રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બિલ્ડીંગ યુઝ પરમિશન વિના ધમધમતી ૮ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.જેમાં ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ, શ્રધ્ધા ક્લિનિક એન્ડ ડેન્ટલ કેર, લાઇફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, મોડર્ન હોસ્પિટલ, ઇશા હોસ્પિટલ, ઓમ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મેડકેર એન્ડ ક્યોર હોસ્પિટલે બિલ્ડીંગ યુઝ પરમિશન ન મેળવી હોય તાળા લગાવી દેવામાં આવ્યા હતા.
મહાપાલિકાના હદમાં આવેલી હોસ્પિટલને જુદા-જુદા કારણોસર જેવા હેતુફેર, માર્જીન અને પા‹કગમાં ગેરકાયદેસર દબાણ, સૂચિતમાં દબાણ અથવા ગેરકાયદે બાંધકામ હોવાના કારણે બિલ્ડીંગ યુઝ પરમિશન આપી ન હોવા છતાં આવી બિલ્ડીંગનો ગેરકાયદે ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેમજ તમામ બિલ્ડીંગના આસામીઓને ભોગવટા પરવાનગીની વિગતો રજૂ કરવા માટે નોટીસ ફટકારવામાં આવીહતી. જે અંતર્ગત જરૂરી આધાર-પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળ જનાર ૮ બિલ્ડીંગોને સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓમનગર બસસ્ટોપ પાસે ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ, મવડી ચોકડી પાસે શ્રધ્ધા ક્લીનીક એન્ડ ડેન્ટલ કેર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ૪૦ ફૂટ રોડ મવડી પ્લોટમાં પટેલ નગર સોસાયટીમાં લાઇફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, કુવાડવા રોડ પર ૮૦ ફૂટ રોડ સ્થિત મોડર્ન હોસ્પિટલ, સંત કબીર રોડ પર જય ભોજલરામમાં ઇશા હોસ્પિટલ, ગાયત્રી નગર મેઇન રોડ પર ઓમ હોસ્પિટલ, ૨૫-ન્યૂ જોગનાથ મેઇન રોડ યુનિક હોસ્પટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા વિદ્યાનગર મેઇન રોડ પર ડો.અમિત ગાંધી હોસ્પિટલની સામે શિવમ જયમીન સ્કેરમાં મેડીકેર એન્ડ ક્યોર હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.