ઉત્તર ગુજરાતમાં સામાન્ય નાગરિકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બીઝેડ ફાઇનાન્સ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાથીઓની મિલકતો હિંમતનગર કોર્ટના આદેશના આધારે ટાંચમાં લેવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ, ૨૦૦૩ હેઠળ આ કાર્યવાહીની મંજૂરી આપી હતી.
બીઝેડ ગ્રુપે વિવિધ લોભામણી જાહેરાતો આપી લોકોએ રોકાણ કરાવ્યું હતું. આ માટે અલગ-અલગ નામે કંપનીઓ ઊભી કરીને લોકો પાસેથી ઊંચા વ્યાજ દરના લાલચ સાથે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. આ મામલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં ૨૦૨૪માં ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં જીપીઆઇડી એક્ટ ઉપરાંત યુડીએસએ ૨૦૧૯ હેઠળ પણ જાગવાઈઓ લાગુ થઈ છે.
બીઝેડ ફાઇનાÂન્સયલ સર્વિસીસ, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ, બીઝેડ ટ્રેડર્સ અને બીઝેડ પ્રોફિટ પ્લસ એડવાઇઝર્સ જેવી કંપનીઓના માધ્યમથી સીઇઓ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેની ટીમે વિવિધ શહેરોમાં ઓફિસો શરૂ કરી હતી. હાઇ રિટર્ન, કમિશન અને અન્ય લાલચ આપી વિવિધ સ્તરના રોકાણકારોને ગેરકાયદેસર રીતે રોકાણ કરાવડાવ્યાં હતાં.
સરકારના ગૃહ વિભાગ દ્વારા હિંમતનગરના પ્રાંત અધિકારીને “કોÂમ્પટન્ટ ઓથોરિટી” તરીકે નિમવામાં આવ્યા છે અને હુકમના અનુસંધાને હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુરમાં આવેલી કુલ ૩૨ મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. કોર્ટના અંતિમ ચુકાદા સુધી આ મિલકતો વેચાણ, વારસાઈ, ગીરો કે અન્ય હસ્તાંતરણ માટે પ્રતિબંધિત રહેશે.
આ તમામ મિલકતોના જમીન રેકોર્ડમાં કાચી નોંધ તથા વિલેજ ફોર્મ નં. ૨, ૬ અને પ્રોપર્ટી કાર્ડમાં જરૂરી ફેરફારો કરવા માટે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસના સંદર્ભે મિરઝાપુર કોર્ટ, અમદાવાદમાં રજૂઆત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. બીઝેડ ગ્રુપે રાજ્ય તથા રાજ્ય બહારના અનેક નાગરિકો સાથે છેતરપિંડી કરી હોવાથી સરકાર હવે આ મિલકતોના આધારે રોકાણકારોને રકમ પરત આપવામાં મદદરૂપ થવા બીઝેડ એક્ટ હેઠળ કાર્યવાહી આગળ વધારશે.