ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી કામ્યા પંજોબી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવનની જોણકારી શેર કરીને ફેન્સને અપડેટ કરતી રહે છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા યૂઝરે કામ્યા પંજોબીને પહેલા લગ્ન અને છૂટાછેડાને લઇને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો જેની સામે અભિનેત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. કામ્યા પંજોબીએ એવો જવાબ આપ્યો કે યૂઝરની બોલતી જ બંધ થઇ ગઇ હતી. કામ્યા પંજોબીએ યૂઝરને આપેલા જવાબનો સ્ક્રીનશોટ પણ ટિવટર શેર કર્યો છે. કામ્યા પંજોબીએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહિલા સશક્તિકરણ પર એક વીડિયો શેર કર્યો હતો. અભિનેત્રીની આ પોસ્ટ પર એક યૂઝરે કોમેન્ટ કરી હતી,’ પોતાના પહેલા લગ્ન બચાવી નથી શકી છૂટાછેડા થઇ ગયા. બીજો લગ્ન કર્યા, હદ થઇ ગઇ. યૂઝરની આ કોમેન્ટ પર કામ્યા પંજોબીએ આકરી પ્રતિક્રિયા આપતાં જ જવાબ લખ્યો હતો, ‘ તો મને ખુશ રહેવા કે જીવવાનો કોઇ હક નથી? ડિવોર્સ થઇ ગયા તો મરી જવું જોઇએ? ડિવોર્સ પછી સ્ત્રીનું જીવન ખતમ થઇ જોય છે? તમારા જેવા વિચાર ધરાવતાં લોકો વિરુદ્ધ આજે દરેક યુવતીએ અવાજ ઉઠાવવો પડશે અને ઉઠાવી પણ રહી છે. મને નબળી ના સમજશો, સ્ત્રી છું અને લડી શકું છું. નોંધનીય છે કે, કામ્યા પહેલાના પહેલા લગ્ન બંટી નેગી સાથે થયા હતા. લગભગ ૧૦ વર્ષ પછી ૨૦૧૩માં બંને અલગ થઇ ગયા હતા. આ લગ્નથી કામ્યા અને બંટી નેગીને એક દીકરી છે. બંટી નેગીથી અલગ થયા પછી કામ્યા પંજોબીએ ગત વર્ષે ૨૦૨૦માં શલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે.