ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પસાર કરાયેલા શોક સંદેશમાં તાજેતરમાં જ હત્યાનો શિકાર બનેલા ઉદયપુર સ્થિત દરજી કન્હૈયાલાલ અને પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શોક સંદેશમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભાજપના નેતાઓ અને હાલમાં જ મણિપુરમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા સૈનિકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેઠક દરમિયાન ભાજપના મહાસચિવ દિલીપ સૈકિયાએ આ શોક સંદેશનું પઠન કર્યું હતું.
આ જ અઠવાડિયે ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની એક વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ગ્રાહક બનીને આવેલા રિયાઝ અખ્તરી અને ગૌસ મોહમ્મદે મંગળવારે તેમની દુકાનમાં ઘૂસી છરીથી હુમલો કરી હત્યા કરી નાખી હતી.
આરોપીઓએ હત્યાની જવાબદારી લેતા અપરાધનો વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. આ ઘટનાના થોડા કલાકોની અંદર જ બંને આરોપીઓની રાજસમંદના ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરી દીધી હતી.
મૂસેવાલાનું વાસ્તવિક નામ શુભદીપ સિંહ સિદ્ધૂ હતું જેની ગયા મહીને પંજાબના માનસા જિલ્લામાં અજોણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૂસેવાલાને ભારતમાં તેમના ગીત સો હાઈ, સેમ બીફ, ધ લાસ્ટ રાઈડ અને જસ્ટ લિસન જેવા ગીતોથી ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.