પ્રથમ ટી-૨૦માં ભારતને ૭ વિકેટથી હરાવીને આફ્રિકાએ ૧થી લીડ મેળવી છે. બારાબતી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૨ જૂને રમાનારી ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચની ટિકિટના વેચાણ દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી અને ક્રિકેટ ચાહકોને કાબૂમાં લેવા પોલીસને હળવા બળનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.આ મેચની ટિકિટ લેવા માટે કોઇ કારણસર બે મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી તેનો વીડિયો વાયરલ થયો છે.
એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપતા કહ્યું હતું કે કેટલીક મહિલાઓ લાઇનની આગળ આવી હતી, જેના કારણે ટિકિટના વેચાણને લઈને હંગામો થયો હતો, જેના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વધારાના જિલ્લા પોલીસ કમિશનર પ્રમોદ રથે જણાવ્યું હતું કે, “લગભગ ૪૦,૦૦૦ લોકો હાજર હતા. જ્યારે કાઉન્ટર પર ૧૨,૦૦૦ ટિકિટ વેચાણ હતી આ સમયગાળા દરમિયાન પોલીસે હળવા બળનો ઉપયોગ કરવો પડ્યો હતો જેથી ટિકિટના વેચાણની પ્રક્રિયા સરળતાથી ચાલી શકે.’ એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક મહિલાઓ ટિકિટ માટે એકબીજો સાથે લડતી જોવા મળે છે. અહીં પોલીસ બચાવ કરતી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે આ પ્રવાસમાં દક્ષિણ આફ્રિકાને ભારત સામે ૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો ૭ વિકેટે પરાજય થયો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે.