(એ.આર.એલ),ચેન્નાઇ,તા.૨૦
ચેન્નાઈના ચેપોકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટનો બીજા દિવસ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ટીમનો પ્રથમ દાવ ૩૭૬ રન પર સમાપ્ત થયો હતો. રવિચંદ્રન અÂશ્વને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તે જ સમયે, બાંગ્લાદેશનો પ્રથમ દાવ ૧૪૯ રન પર સિમિત રહ્યો હતો. હાલમાં ભારતીય ટીમ તેની બીજી ઇનિંગ રમી રહી છે.
બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને ૮૧ રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં ૩૭૬ રન બનાવ્યા હતા. આ સાથે જ બાંગ્લાદેશનો પ્રથમ દાવ ૧૪૯ રનમાં સમેટાઈ ગયો હતો અને રોહિત એન્ડ કંપનીને ૨૨૭ રનની લીડ મળી હતી. હવે ભારતની કુલ લીડ ૩૦૮ રન છે. શુભમન ગિલ ૩૩ રન અને રિષભ પંત ૧૨ રન બનાવીને અણનમ છે. ભારતને બીજી ઇનિંગમાં રોહિત શર્મા (૫), યશસ્વી જયસ્વાલ (૧૦) અને વિરાટ કોહલી (૧૭)ના રૂપમાં ત્રણ ફટકા પડ્યા હતા.
ભારતને ત્રીજા ફટકો બીજા દાવમાં ૬૭ના સ્કોર પર લાગ્યો હતો. મેહદી હસન મિરાઝે વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. બાદમાં રિવ્યુમાં જાણવા મળ્યું કે બોલ બેટ અને પેડ પર વાગ્યો હતો. જાકે, વિરાટે રિવ્યુ લીધો ન હતો. તે ૩૭ બોલમાં ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. વિરાટે શુભમન સાથે ૩૯ રનની ભાગીદારી કરી હતી. હાલમાં શુભમન ગિલ અને ઋષભ પંત ક્રિઝ પર છે. ભારતની લીડ ૨૯૪ રન પર પહોંચી ગઈ છે.ભારતના બે વિકેટે ૫૨ રન છે. હાલમાં શુભમન ગિલ ૨૩ અને વિરાટ કોહલી ૧૦ રન સાથે ક્રિઝ પર છે. બંને વચ્ચે ૨૪ રનની ભાગીદારી થઈ છે. રોહિત શર્મા પાંચ રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી જયસ્વાલ ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. ભારતની લીડ હાલમાં ૨૭૯ રનની છે.નાહિદ રાણાએ યશસ્વી જયસ્વાલને આઉટ કરીને ભારતને બીજા ઝટકો આપ્યો હતો. રોહિત શર્મા બાદ યશસ્વી પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને ૧૭ બોલમાં ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. ભારતે બીજા દાવમાં ૨૮ રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. હવે વિરાટ કોહલી ક્રિઝ પર આવી ગયો છે.બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની લીડ ૨૫૦ રન પર પહોંચી ગઈ છે. ભારતે બીજી ઇનિંગમાં અત્યાર સુધી એક વિકેટે ૨૩ રન બનાવી લીધા છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા બીજા દાવમાં સસ્તામાં આઉટ થયો હતો, યશસ્વી જયસ્વાલ ૧૦ રન બનાવીને ક્રિઝ પર છે અને શુભમન ગિલ આઠ રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજા દાવમાં પણ પ્રભાવિત કરી શક્યો ન હતો અને પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ફાસ્ટ બોલર તસ્કીન અહેમદે રોહિતને ૧૫ રનના સ્કોર પર આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. રોહિત પ્રથમ દાવમાં પણ સારી બેટિંગ કરી શક્યો ન હતો અને છ રન બનાવીને આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ શુભમન ગિલ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે યશસ્વી જયસ્વાલ હાજર છે. બાંગ્લાદેશનો પ્રથમ દાવ ૧૪૯ રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે પ્રથમ દાવમાં ૩૭૬ રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડયાને બીજી ઈનિંગમાં ૨૨૭ રનની લીડ મળી છે. બાંગ્લાદેશને ફોલોઓન બચાવવા માટે ૧૭૭ રન બનાવવા પડ્યા હતા, પરંતુ ટીમ તે પણ બનાવી શકી ન હતી. હવે જાવાનું એ રહે છે કે ભારતીય ટીમ બાંગ્લાદેશને ફોલોઓન કરવાની મંજૂરી આપે છે કે નહીં.