જિલ્લા કક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધા જીય્હ્લૈં ૨૦૨૫નું આયોજન ૫ સપ્ટેમ્બરના રોજ જાફરાબાદ મુકામે થયું હતું, જેમાં વિવિધ શાળાઓની પ્રતિસ્પર્ધી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમરેલી જિલ્લામાંથી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભાના સ્કૂલના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન સાથે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો હતો. જેમાં ૧) પટેલ પ્રતીક વિમલભાઈ ધોરણ-૧૦, ૨) પટેલ દક્ષ સંદીપભાઈ ધોરણ-૧૦,૩) મણિયા યુગ જગદીશભાઈ ધોરણ-૧૨, ૪)પટેલ કુંજ સંદીપભાઈ ધોરણ-૧૨ કાંસ્યપદક મેળવી સિધ્ધી પ્રાપ્ત કરી શાળા અને અમરેલી જિલ્લાનું નામ રોશન કરેલ છે.
આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ તેમજ કોચ પુલકીતા નિમ્બાવાલ અને ટ્રેનર સાવનભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા.