લીલીયા તાલુકાના પીપળવાના વતની અજયભાઈ રાવતભાઇ વાઢીયા બીએસએફમાં પસંદગી પામતા તેઓ સાત માસની બેઝિક તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગ્રામજનોએ ભારત માતાનો જય જયકાર કર્યો હતો. આ પ્રસંગે બીએસએફ જવાન અજયભાઈએ વાઢીયા સૌપ્રથમ લીલીયા ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કર્યા હતા. ત્યારબાદ સરદાર પટેલ યુવા ગ્રુપ અને પટેલ સમાજના યુવાનોએ અજયભાઈનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, ડોક્ટર કુંભાણી, ખોડાભાઇ માલવિયા, સરપંચ રાજુભાઈ ભેડા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.