સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેર લીલા રંગમાં બંધ થયા હતા.બીએસઇ સેન્સેક્સ ૯૭.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨,૯૮૮.૭૮ પર બંધ રહ્યો હતો. એ જ રીતે દ્ગજીઈ નિફ્ટી પણ ૨૭.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫,૩૮૩.૭૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. આજે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓનું મજબૂત લિÂસ્ટંગ થયું હતું. તમને જણાવી દઈએ કે બજાજ હાઉસિંગ ફાઈનાન્સના શેરની કિંમતે આજે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર એનએસઇ અને બીએસઇ પર શેર દીઠ ૧૫૦ના ભાવે ખૂલ્યા હતા, જે ૭૦ની ઇશ્યૂ કિંમત કરતાં ૧૧૪.૨૯% વધુ છે. આ પછી શેરમાં વધુ ઉછાળો નોંધાયો અને અપર સર્કિટ પર પહોંચ્યો. શેર ૧૩૫.૭૧%ના ઉછાળા સાથે રૂ. ૧૬૫ પર બંધ થયો હતો.
વિદેશી રોકાણકારોની ખરીદી અને અમેરિકન બજારોમાં તેજીથી ભારતીય બજારને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, એÂક્સસ બેન્ક, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈસીઆઈસીઆઈ બેન્ક સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લાલ નિશાનમાં બંધ થયા છે. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨,૩૬૪.૮૨ કરોડના શેર ખરીદ્યા હતા. વૈÂશ્વક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૭ ટકા વધીને ૭૧.૬૬ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જાવા મળ્યો હતો. અદાણી ગ્રીન ૭.૫૯ ટકા ઊછળી રૂ. ૧,૯૨૪ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, અદાણી પાવર ૫.૪૫ ટકાના વધારા સાથે ૬૬૮ પર બંધ રહ્યો હતો. આ સિવાય અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી વિલ્મર અડધા ટકાના વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ખરીદી જાવા મળી હતી. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૨૨૫ પોઇન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૬૦,૨૫૯ પર અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૩૧ પોઇન્ટ અથવા ૦.૧૬ ટકા વધીને ૧૯,૫૩૭ પર હતો. સેક્ટર મુજબ, મેટલ, રિયલ્ટી, એનર્જી, કોમોડિટી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા અને આઈટી, પીએસયુ બેન્ક, એફએમસીજી અને ફાર્મા લાલ નિશાનમાં બંધ થયા.
એલકેપી સિક્યોરિટીઝના વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર રૂપક
આભાર – નિહારીકા રવિયા દે કહે છે કે બજારમાં મર્યાદિત ટ્રેડિંગ હતું. નિફ્ટી માટે ૨૫,૧૫૦ અને ૨૫,૨૦૦ મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે. તે જ સમયે, ૨૫,૪૬૦ થી ૨૫,૫૦૦ એક પ્રતિકાર સ્તર છે. અહીંથી બ્રેકઆઉટ થાય તો ઉછાળો જાવા મળી શકે છે.