બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓની સંભવિત તારીખો વિશે હજી કોઈ માહિતી નથી. રાજકીય પક્ષો પાસે પણ એ વિશે પાકી ખબર નથી. આમ છતાં, પાલિકામાં વહીવટી સ્તરે વાર્ડની પુનર્રચનાઓની અને મતદાર નોંધણી અંગે જાગૃતિની પ્રક્રિયાઓનો આરંભ થઈ ચૂક્યો છે. પાલિકા દ્વારા વાર્ડની પુનર્રચના અંગે બધી વિગતો-માહિતી સંપાદિત કરી દેવામાં આવી છે. એના પર રાજ્યના ચૂંટણી આયોગની મંજૂરીનો સિક્કો લાગવાની રાહ જાવાઈ રહી છે.
૨૦૨૨માં બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સત્તાધારી પક્ષ દ્વારા વિકાસકાર્યોને લગતા પ્રોજેક્ટ્‌સના ઉદ્‌ઘાટનોનો દોર ચાલુ થઈ ગયો છે, તો વિપક્ષો દ્વારા ભ્રષ્ટાચારના આરોપનો સિલસિલો આરંભાયો છે. અત્યારની કાર્પોરેશનની ટર્મ માર્ચ ૨૦૨૨ના પહેલા અઠવાડિયામાં પૂરી થવાની છે. દર વખતે ફેબ્રુઆરીમાં જ ચૂંટણી યોજાઈ જાય છે, પણ આ વખતે કોરોના મહામારી અને ઓબીસી અનામત બાબતે વ્યાપેલી મૂંઝવણોને લીધે અનિશ્ચિતતા ફેલાયેલી છે.
તાજેતરમાં જ બીએમસી દ્વારા શહેરમાં ૨૨૭ ઇલેક્ટોરલ વાર્ડની વિગતો ભેગી કરવાનું કામ પૂરું થયું છે. કાન્ગ્રેસ અને શિવસેનાએ વાર્ડની રચનાઓમાં સુધારાની માગણી કરી હતી. જાકે બીજેપીના એક કાર્પોરેટર કહે છે કે ‘૨૦૧૧ પછીનો નવો સેન્સસ ડેટા ઉપલબ્ધ નથી. ઉપરાંત સ્થળ વિસ્તારોમાં કોઈ મોટા ફેરફાર થયા નથી. આ કારણે કેટલાક જ વાર્ડ એવા હશે જ્યાં ફેરફારની જરૂર પડશે.ર્
બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘વાર્ડની પુનર્રચના અંગેની અમારી કામગીરી પૂરી થઈ ગઈ છે. ચૂંટણી આયોગ દ્વારા જ્યારે સૂચના મળશે ત્યારે અમે તે સબમિટ કરીશું. પુનર્રચના પર સૂચનો અને વાંધા મેળવવાની પ્રક્રિયા પણ આયોગની સૂચના પ્રમાણે યોજવામાં આવશે.
૨૦૧૯ની રાજ્યની વિધાનસભા ચૂંટણીને આધારે મતદારોની નવી યાદી બનાવવાની કામગીરી પણ જારશોરમાં ચાલી રહી છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બે મહિના પહેલાં પેપરવર્ક શરૂ કરી દેવામાં આવ્યું હતું. હજી તારીખો અંગે ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી, પણ ચૂંટણીનું આયોજન મહામારીને ધ્યાનમાં રાખીને જ થશે. અત્યારે કેસ વધી નથી રહ્યા, પણ આવનારા મહિનાઓ ઘણા જ મહ¥વના છે.
છેલ્લે પાલિકાની ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી, એના પહેલાં ૨૦૧૧ના સેન્સસના આધારે વાર્ડની પુનર્રચનાઓ કરવામાં આવી હતી. ત્યારે દરેક વાર્ડમાં સરેરાશ ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ની લોકવસ્તી હતી. આ પુનર્રચનાને કારણે શહેરના દક્ષિણ ભાગમાં વાર્ડની સંખ્યા ઘટી ગઈ અને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વાર્ડની સંખ્યા વધી ગઈ. જાકે શિવસેના અને કાન્ગ્રેસ દ્વારા વાર્ડની પુનર્રચનાઓને લીધે તેમણે ચૂંટણીમાં નુકસાન થયું હોવાનો આરોપ મૂકીને વોર્ડની રચનામાં સુધારાની માગણી કરી હતી.