બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના લાઠી મંદિરના સંતો અખંડ મંગલદાસ સ્વામી તથા સંતોની ટીમે વિદ્યાસભા કેમ્પસ-અમરેલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલ તથા વસંતભાઇ પેથાણી, ધડુક જૈમિનભાઇ, રોકડ અશ્વિનભાઇ, લાખાણી કાનજીભાઇ તથા ગજેરા ભાવેશભાઇ અને સ્ટાફગણ જાડાયો હતો. સંતોએ સ્કૂલ, હોસ્ટેલ, ભોજનાલય, લાયબ્રેરી સહિત રમતગમતના મેદાનની મુલાકાત લઇ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંતોએ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.