રાજકોટમાં બીઆરટીએસ અને ઈલેક્ટ્રીક સીટી બસના ડ્રાયવરોએ હડતાલ પાડી છે. ૭૫ જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પગાર નિયમીત અને ફિક્સ તારીખે પગાર કરવાની માગ કરી છે. હાલમાં બસના ડ્રાયવરને અનિયમીત રીતે પગાર કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આ હડતાળ કરવામાં આવી રહી છે.
એજન્સી અને આરએમસી પગાર મુદ્દે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. રાજકોટમાં છેલ્લી ૪ કલાકથી સિટી બસ સેવા બંધ છે. જા કે કંપની અને કોન્ટ્રાકર દ્રારા ડ્રાયવરોને સમજાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યો છે. બસની હડતાલ થતા રાજકોટવાસીઓને મુશ્કેલી પડી રહી છે. લોકોને ગરમીમાં સફર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે.