ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં અલગ ઓળખ બનાવી લીધી છે. માત્ર ૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. હવે આ યુવા બેટર અન્ય કારણને લીધે ચર્ચામાં આવી ગયો છે. બિહારમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચએ વૈભવને એક મોટી જવાબદારી સોંપી છે.બિહાર વિધાનસભા ચૂંટણી અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચે એક મોટું પગલું ભર્યું છે. યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને “ફ્યુચર વોટર આઇકોન” તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પહેલો તબક્કો ૬ નવેમ્બરે અને બીજા ૧૧ નવેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ મતદાનના મહત્વને ઉજાગર કરવા અને જનજાગૃતિ લાવવા માટે અગ્રણી વ્યક્તિઓનો ઉપયોગ તેના આઇકોન તરીકે કરે છે. આ જ કારણ છે કે આ વખતે વૈભવ સૂર્યવંશીને આ જવાબદારી સોંપવામાં આવી છે.ચૂંટણી પંચ અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ વૈભવ સૂર્યવંશીનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે બિહારવાસીઓને લોકતંત્રની મજબૂતી માટે મતદાન કરવાની અપીલ કરી છે. વૈભવ સૂર્યવંશીએ કહ્યુ, ‘નમસ્કાર, હું તમને બધાને પ્રણામ કરુ છું. હું જ્યારે મેદાનમાં ઉતરું છું તો મારૂ કામ છે કે સારૂ રમવું અને મારી ટીમને જીતાડવી, તે રીતે લોકતત્રમાં તમારૂ બધાનું મહત્વનું કામ છે મતદાન જરૂર કરવું. તેથી જાગૃત બનો અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરો. મતદાન કરશે બિહાર પોતાની સરકાર ચૂંટશે બિહાર.’બીજીતરફ પંચાયત સિરીઝના અભિનેતા ચંદન રાય અને સહરસાના અભિનેતા પંકજ ઝાને સ્વીપ આઇકોન બનાવવામાં આવ્યા છે. વુશુ ખેલાડી સૌમ્યા આનંદ, આયુષ ઠાકુર, હોકી ખેલાડી જ્યોતિ કુમારી, સામાજિક કાર્યકર્તા તબસ્સુમ અલી અને પેન્ટિગમાં શાનદાર કામ કરનાર અશોક કુમાર વિશ્વાસને સ્પીપ આઇકોનના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે.














































