બિહારની પાંચ રાજયસભા બેઠકો પર ચુંટણીમાં ભલે જ તમામ ઉમેદવાર નિર્વિરોધ ચુંટાઇ આવ્યા હોય પરંતુ વિધાન પરિષદની ચુંટણીમાં રાજનીતિ ધમાસાન થવાની પુરેપુરી સંભાવના છે.બિહારની સાત વિધાન પરિષદ(એમએલસી) બેઠકો પર ચુંટણી થઇ રહી છે.નીતીશના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનમાં સામેલ જદયુ અને ભાજપે બે બે એમએલસી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી છે.
જયારે રાજદે મહાગઠબંધનના સાથી પક્ષોને કિનારે કરતા ત્રણ એમએલસી ઉમેદવાર ઉતાર્યા છે.જેને કારણે હવે કોંગ્રેસ પણ ચુંટણી કિસ્મત અજમાવવાના મુડમાં છે. આવામાં કોંગ્રેસ જો વિધાન પરિષદ ચુંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો રાજદ માટે ત્રીજી એમએલસી બેઠક જીતવું સરળ રહેશે નહીં.
એટલું જ નહીં એક બીજોના ધારાસભ્યોને પણ સાધવા માટે જોડતોડની રાજનીતિ તેજ થશે આવામાં જીતન રામ માંઝીથી લઇ એઆઇએમઆઇએમ વડા અસદુદ્દીન ઓવૈસીના ધારાસભ્યોનું માન વધી જશે.
બિહાર કવોટાની પાંચ રાજયસભા બેઠકો પર થયેલ ચુંટણીમાં ભાજપ બે,જદયુ એક અને રાજદે બે ઉમેદવાર ઉતાર્યા હતાં જેને કારણે તમામ નિર્વિરોધ ચુંટાઇ આવ્યા હતાં જયારે વિધાન પરિષદની સાત બેઠકો પર થઇ રહેલ ચુંટણીમાં ભાજપ,જદયુ અને રાજદ ઉપરાંત કોંગ્રેસે પણ દાવેદારી કરવાની જોહેરાત કરી દીધી છે આવામાં કોંગ્રેસ જો પોતાના નિવેદન પર કાયમ રહેશે અને ચુંટણી મેદાનમાં ઉતરશે તો પછી મતદાનની સ્થિતિ ઉભી થઇ શકે છે.
રાજદના ઉમેદવાર તરીકે કારી શોએબ,મુન્ની દેવી અને અશોક કુમાર પાંડેયને પહેલા જ ઉમેદવારીપત્રકો ભરી દીધા છે જદયુએ પોતાના રાષ્ટ્રીય મહામંત્રી આફાક અહમદ અને રાષ્ટ્રીય સચિવ રવીન્દ્રકુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે જદયુના સાથી ભાજપે પણ પોતાના ઉમેદવારની જોહેરાત કરી છે પાર્ટીએ હરિ સહની અને અનિલ શર્માને ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.જયારે કોંગ્રેસ એક ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી કરી રહી છે.
બિહાર કોંગ્રેસના પ્રવકતા અસિત નાથે કહ્યું કે કોંગ્રેસ પરિષદની ચુંટણીમાં એક ઉમેદવાર પર દાવ લગાવવાનો વિચાર કરી રહી છે તેમણે કહ્યું કે પહેલા આશા હતી કે ભાકપા માલે અને અન્ય ડાબેરી પક્ષ કોંગ્રેસની સાથે મળી એક સંયુકત ઉમેદવાર આપશે પરંતુ ભાકપા ભાલેએ રાજદ પર વિશ્વાસ વ્યકત કર્યા બાદ કોંગ્રેસ વિધાન પરિષદ ચુંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે જયારે કોંગ્રેસ જો ચુંટણી લડશે તો સંજીવ સિંહ અને કોકબ કાદરીમાંથી કોઇ એકને ઉમેદવાર બનાવી શકે છે.
વિધાનસભાના આંકડાના હિસાબથી ભાજપના બે વિધાન પરિષદ સભ્ય બને તે નક્કી છે અને ત્યારબાદ ૧૩ મત વધારાના બચે છે.જદયુ પોતાના દમ પર એક બેઠક સરળતાથી જીતી લેશે અને બીજો મત ભાજપ અને જીતનરામ માઝીના ધારાસભ્યોના કારણે પણ જીતી લેશે જયારે ડાબેરી પક્ષોના સમર્થનથી રાજદ ત્રણ એમએલસી ચુંટી શકે છે પરંતુ કોંગ્રેસ પોતાના દમ પર એક પણ બેઠક જીતવાની સ્થિતિમાં નથી.
જો કે જદયુને પોતાના બે ઉમેદવાર,રાજદને પોતાના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના પોતાના એક ઉમેદવારને બીજી પાર્ટીના સહયોગ વિના ચુંટણી જીતવી સંભવ રહેશે નહીં આવી સ્થિતિમાં એઆઇએમઆઇએમ,હમ અને ડાબેરીના સમર્થન વિના ચુંટણી જીતવી સંભવ રહેશે નહીં કોંગ્રેસ ભલે જ એમએલસી ચુંટણીમાં દાવો કરી રહી હોય કે બીજી પાર્ટીના ૧૫થી ૧૬ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે પરંતુ આ આંકડો એકત્રિત કરવો સરળ રહેશે નહીં હવે એ જોવું રસપ્રદ બની રહેશે કે કોંગ્રેસ એમએલસી ચુંટણીમાં ઉમેદવાર ઉતારે છે કે પછી રાજયસભા ચુંટણીની જેમ વોકઓવર આપે છે.