બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની રાજનીતિ છોડીને કેન્દ્ર સરકારમાં જવાનો નિર્ણય લીધો છે. ચર્ચા છે કે નીતિશ કુમાર રાજ્યસભામાં જશે, અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે બિહારનો હવાલો સંભાળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે નીતિશ કુમાર પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરી શકે છે તેવા અહેવાલ છે. રાજ્યસભાની ચૂંટણી ૧૬ માર્ચે યોજાવાની છે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે.
નીતિશ કુમારના આશ્ચર્યજનક નિર્ણય બાદ, બિહારના આગામી મુખ્યમંત્રી વિશે અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે મુખ્યમંત્રી ભાજપનો હશે. ભાજપ હંમેશા પોતાના નિર્ણયોથી રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કરે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ઓમાં, ત્રણ અગ્રણી નેતાઓના નામ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે.
સમ્રાટ ચૌધરીઃ મુંગેરના લખનપુરમાં જન્મેલા સમ્રાટ ચૌધરી હાલમાં બિહાર ભાજપના સૌથી અગ્રણી ચહેરાઓમાંના એક છે. તેમના પિતા શકુની ચૌધરી પણ રાજકીય કારકિર્દીના અનુભવી નેતા હતા. રાજકીય સફરઃ ૧૯૯૦માં રાજકીય કારકિર્દી શરૂ કરનારા સમ્રાટે રાબડી દેવી અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી છે. તેઓ ૨૦૧૪માં આરજેડી છોડીને ભાજપમાં જાડાયા હતા. જાતિ પરિબળઃ કોઈરી/કુશવાહ સમુદાય પર મજબૂત પકડ. તેમણે બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે. તેમણે નીતિશ કુમારને સત્તા પરથી દૂર કરવા માટે પાઘડી પહેરવાનું વચન આપ્યું હતું, જેની વ્યાપક ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રી પદ માટે નિત્યાનંદ રાય ભાજપની પસંદગી કેમ હોઈ શકે? નિત્યાનંદ રાયઃ નિત્યાનંદ રાયે તાજેતરની લોકસભા ચૂંટણીમાં આરજેડીના આલોક મહેતાને હરાવીને પોતાની તાકાત સાબિત કરી. તેઓ ઉજીયારપુર લોકસભા મતવિસ્તારથી સતત ધારાસભ્ય રહ્યા છે અને હવે સાંસદ તરીકે કેન્દ્ર સરકારમાં સક્રિય છે. તેમનો અમિત શાહ સાથે પણ સારો સંબંધ છે. અમિત શાહ વારંવાર કહી ચુક્યા છે કે નિત્યાનંદ રાયને મોટી જવાબદારી સોંપવામાં આવશે. હવે, જા તેઓ રાજ્યનું નેતૃત્વ કરે છે, તો તે એક મોટી જવાબદારી હશે. રાજકીય કારકિર્દીઃ ૨૦૦૦ થી રાજકારણમાં સક્રિય, નિત્યાનંદ રાય બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્્યા છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે સેવા આપે છે.જાતિ સમીકરણઃ ભાજપ તેમને આરજેડીના પરંપરાગત યાદવ વોટ બેંકમાં પ્રવેશવા માટે સૌથી મજબૂત ઉમેદવાર તરીકે જુએ છે. ઓબીસી મતદારોમાં તેમની સ્વીકૃતિ તેમને મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર બનાવે છે.
દિલીપ જયસ્વાલઃ બિહાર ભાજપના વર્તમાન પ્રમુખ ડા. દિલીપ જયસ્વાલ પણ રેસમાં છે. ખગરિયામાં જન્મેલા ડા. જયસ્વાલ એક સ્વચ્છ અને શિક્ષિત નેતા તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. રાજકીય કારકિર્દીઃ તેમણે ૨૨ વર્ષ સુધી બિહાર ભાજપના રાજ્ય ખજાનચી તરીકે સેવા આપી હતી અને નીતિશ કુમાર સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું છે. તેઓ ૨૦૦૯ થી સતત વિધાન પરિષદના સભ્ય રહ્યા છે. તેમણે વિધાન પરિષદમાં પૂર્ણિયા, કિશનગંજ અને અરરિયા પ્રદેશોનું પ્રતિનિધિત્વ કર્યું છે.જાતિ સમીકરણઃ જયસ્વાલ “કલવાર” જાતિના છે, જે એક અન્ય પછાત વર્ગ (ર્ંમ્ઝ્ર) છે. તેમના બીજેપી સંગઠનમાં ઊંડા મૂળ છે. દિલીપ જયસ્વાલની સીમાંચલ ક્ષેત્રમાં પણ મજબૂત પકડ છે.
રાજ્યસભામાં પ્રવેશવાનો નીતિશ કુમારનો નિર્ણય બિહારમાં દ્ગડ્ઢછ ગઠબંધનનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખશે. હવે જાવાનું એ રહે છે કે ૧૬ માર્ચ પછી બિહારની બાગડોર કોણ સંભાળશે અને ૨૦૨૫ સુધી ભાજપ કયા “જાતિ કાર્ડ” નો ઉપયોગ કરીને તેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.









































