બિહારના પૂર્ણિયામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક સ્કોર્પિયો પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી જેમાં ૮ લોકોના કરુણ મોત થયા હતા. બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના પૂર્ણિયા જિલ્લાના બાયસી અનુમંડલના અનગઢ ઓપીના કંજિયા મિડલ સ્કૂલ પાસે બની હતી. ઘટના વિશે બાયસી એસડીએમ કુમારી તૌસીએ જણાવ્યું કે દુર્ઘટનાનો શિકાર થયેલા બધા લોકો સગાઇ કરીને તારાબાડીથી પોતાના ગામ નૂનિયા જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘટના બની હતી.
અચાનક સ્કોર્પિયો ખાડામાં ખાબકી હતી. જેમાં ૮ લોકોની લાશ મળી આવી છે. જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ અને રાહત બચાવની ટીમ સ્થળ પર હાજર છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. કંજિયાના મુખીયા સમરેંદ્ર ઘોષે જણાવ્યું કે રાત્રે ૨ થી ૨.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. અચાનક સ્કોર્પિયો ખાડામાં ખાબકી હતી. વળાંક હોવાના કારણે આ ઘટના બની હતી.ઘટનાની સૂચના મળતા રાહત અને બચાવ કાર્યની ટીમો પહોંચી ગઈ હતી. કંજિયાના મુખીયાએ જણાવ્યું હતું કે બધા મૃતક કિશનગંજ જિલ્લાના રહેવાસી છે. બૈસાના સીઓ રાજશેખરે જણાવ્યું કે એક વ્યક્તિ ગાડીની અંદર ફસાયા હોવાની સૂચના મળી રહી છે.