બિહારના પૂર્ણિયાના એક મજદુરની કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ગુરૂવારે હત્યા કરી દીધી હતી.મજદુરનું શબ અહીં પહોંચ્યું તો તેમના પિતા ધ્રુશકેને ધ્રુશકે રડી રહ્યાં હતાં તેમણે કહ્યું કે મારો પુત્ર દિલખુશ૧૦ દિવસ પહેલા પંજોબથી રોજગાર માટે કાશ્મીર ગયો હતો ત્યાં તે ઇટના ભટ્ટામાં કામ કરતો હતો તેમણે કહ્યું હતું કે જો બિહારમાં રોજગાર હોત તો મારો પુત્ર મજુરી કરવા માટે બિહારથી બહાર ગયો ન હતો.
દિલખુશ પૂર્ણિયાના જોનકીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લાદુગઢ ગામનો રહેવાસી હતો દિલખુશના પિતા નારાયણ ઋષિએ કહ્યું કે ૨ જુનની રાતે નકાબપોશ આતંકીઓએ મારા પુત્રની ગોળી મારી હત્યા કરી દીધી હતી ઘટના સમયે તે ભોજન બનાવી રહ્યો હતો.
દિલખુશનું શબ લાદુગઢ પહોંચ્યું છે.શબ પહોંચતા જ ગામમાં શોકની લહેર દોડી ગઇ હતી.પરિવારજનો અને ગ્રામીણોએ કેન્દ્ર સરકારથી આતંકવાદીઓની વિરૂધ્ધ કઠોર કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે જ રોજગાર માટે મજદુરકોના પલાયન પર પણ સવાલ ઉઠાવ્યા છે.નારાયણ ઋષિનું કહેવુ છે કે જો બિહારમાં રોજગાર હોત તો તેમનો પુત્ર કમાવવા માટે કાશ્મીર ગયો ન હોત સરકારથી તેમણે માંગ કરી હતી કે આતંકવાદીઓની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે
દિલખુશની સાથે તેનો ભાઇ રોશનકુમાર પણ મજદુરી માટે કાશ્મીરના કુલગામ ગયો હતો હત્યા બાદ દિલખુશનું શ લઇ પાછા ફરેલ રોશનકુમારે કહ્યું કે અમે ભોજન બનાવી રહ્યાં હતાં ત્યારે બે નકાબપોશ આતંકી પહોંચ્યા અને દિલખુશ ઉપરાંત પંજોબના એક અન્ય મજદુરને ગોળી મારી દીધી જેમાં દિલખુશનું મોત થયું રોશને કહ્યું કે આતંકવાદી ઘટનાને કારણે કાશ્મીરમાં બહારથી કામ
કરવા ગયેલ મજદુરોમાં હવે ભયનું વાતાવરણ છે.
દરમિયાન દિલખુશના અંતિમ સંસ્કારને લઇ ગામમાં બનમનખીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કૃષ્ણકુમાર સહિત અનેક અધિકારી પણ પહોંચ્યા હતાં આ દરમિયાન અત્યંષ્ટિ માટે માત્ર ત્રણ હજોર રૂપિયા આપવામાં આવ્યા હતાં.