ઓવૈસીની પાર્ટીને મહાગઠબંધનમાં સામેલ કરવાની ચર્ચાઓ સાથે કોંગ્રેસનો કોઈ સંબંધ નથી,કોંગ્રેસ

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ અંગે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મહાગઠબંધનની રણનીતિ પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. બેઠક બાદ બિહારના પ્રભારી કૃષ્ણા અલાવરુએ મીડિયા સાથે વાત કરતા ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. તેમણે સ્પષ્ટ કર્યું કે એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને મહાગઠબંધનમાં સામેલ કરવાની ચર્ચાઓ સાથે કોંગ્રેસનો કોઈ સંબંધ નથી. અલાવરુએ જણાવ્યું કે ઓવૈસીએ મહાગઠબંધનમાં જાડાવા અંગે ઇત્નડ્ઢના વડા લાલુ પ્રસાદ યાદવને પત્ર લખ્યો છે. આ અંગે તેમણે કહ્યું, ‘આ પત્ર લાલુજીને લખવામાં આવ્યો છે, તેથી તેઓ તેના પર સ્પષ્ટતા આપશે. કોંગ્રેસનો તેની સાથે કોઈ સંબંધ નથી.’
કોંગ્રેસ નેતાએ પશુપતિ કુમાર પારસની પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ને મહાગઠબંધનમાં સામેલ કરવા અંગે પણ પોતાનો મુદ્દો રજૂ કર્યો. તેમણે કહ્યું કે આ દિશામાં વાતચીત સકારાત્મક છે અને આ અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરી શકાય છે.
સીટ વહેંચણી અંગે, અલાવરુએ કહ્યું કે કોંગ્રેસે રાહુલ ગાંધી અને મલ્લીકાર્જુન ખડગેને પોતાની યાદી સુપરત કરી છે. આ મુદ્દે સંકલન સમિતિમાં ચર્ચા ચાલી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સીટ વહેંચણી અંગે અંતિમ નિર્ણય ૧૫ સપ્ટેમ્બર સુધીમાં લેવામાં આવશે. અલાવરુએ એમ પણ ઉમેર્યું કે કોંગ્રેસને ગમે તે બેઠકો મળે, તે તેનો વાંધો નહીં લે. અત્યાર સુધીની વાતચીત સકારાત્મક રહી છે. મહાગઠબંધન સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે અને કોઈ વિવાદ નહીં થાય.
કૃષ્ણ અલાવરુના નિવેદનોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ બેઠક વહેંચણીમાં લવચીકતા બતાવવાના મૂડમાં છે. તે જ સમયે, મહાગઠબંધનમાં ઓવૈસીની પાર્ટીને સ્થાન આપવું કે ન આપવું તે નિર્ણય હવે સંપૂર્ણપણે લાલુ યાદવના કોર્ટમાં છે.એકંદરે, કોંગ્રેસના સંકેતો સૂચવે છે કે બેઠક વહેંચણી અને સંભવિત સાથી પક્ષો અંગે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ સાથે, બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે મહાગઠબંધનની રણનીતિ નક્કર આકાર લેશે.