બિહારમાં વિજળીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સુધારો થયો છે અને તેના અનેક સારા પગલા જેવા કે ઘર ધર વિજળી જેવા કાર્યક્રમને તો નરેન્દ્ર મોદી સરકારે સમગ્ર દેશમાં લાગુ કર્યાં છે પરંતુ મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે રાજયમાં મફત વિજળીની જે માંગ થઇ રહી છે તેને માની શકાય તેમ નથી.નીતીશ ઉર્જા વિભાદના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં અને તેમણે કહ્યું કે માંગ થાય છે તે મફતમાં વિજળી આપો તો મફતમાં આપવા માટે વિજળી આવી છે.આથી આ બધુ ખબર નહીં કેટલાક લોકો શું શરૂ કરી દેશે ત્યારબાદ નીતીશે આવી માંગોના મીજિયા કવરેજનો ઉલ્લેખ કરતા કહ્યું કે મીડિયાના લોકો ખુબ છાપશે કારણ કે તે જયારે પણ કંઇ વાત કરે છે કે કામ કરે છે તો કેટલાક લોકોને ફરિયાદ થાય છે ત્યારબાદ તેમણે પોતાની વાતને શરાબબંધીથી જોડતા કહ્યું કે અમે શરાબબંધી લાગુ કરી છે તેને કારણે ખુબ લોકો મારી વિરૂધ્ધ અભિયાન શરૂ કર્યું છે ત્યારબાદ તેમણે કહ્યું કે જેને જે કરવું હોય તે કરતા રહે જો કે નીતીશકુમારે મીડિયાથી આ કાર્યક્રમમાં વિજળી વિભાગથી સંબંધિત લોકોની જે ફરિયાદ છે કે કમી છે તેને જોહેર કરવાની અપીલ કરી તેમણે કહ્યું કે તેનાથી ફકત ફીડબેક મળે છે એટલું જ નહીં સ્થિતિને સુધારવામાં પણ મદદ મળે છે.