જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તેને બંધારણીય અધિકારો અને લોકશાહી મૂલ્યો પર હુમલો ગણાવ્યો અને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી. મદનીએ કહ્યું કે આ પ્રક્રિયા ઉતાવળમાં શરૂ કરવામાં આવી છે, જેના કારણે સ્થળાંતરિત મજૂરો, લઘુમતી અને વંચિત વર્ગના મતદાન અધિકારો જાખમમાં મુકાઈ શકે છે.
મૌલાના મદનીએ પ્રશ્ન ઉઠાવ્યો કે માત્ર એક મહિનામાં આઠ કરોડથી વધુ મતદારોની ચકાસણી કેવી રીતે થઈ શકે. તેમણે આ પ્રક્રિયામાં લાદવામાં આવેલી શરતો સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે, ૧૯૮૭ પછી જન્મેલા લોકો પાસેથી એક માતા-પિતાના દસ્તાવેજા અને ૨૦૦૪ પછી જન્મેલા લોકો પાસેથી બંને માતા-પિતાના દસ્તાવેજા માંગવામાં આવી રહ્યા છે. તેમણે પૂછ્યું, ‘જ્યારે આ દ્ગઇઝ્ર નથી, તો પછી દ્ગઇઝ્ર જેવી શરતો કેમ લાદવામાં આવી રહી છે?’ તેમણે ચેતવણી આપી હતી કે આસામની હજારો મહિલાઓ, જે શિક્ષણ અને દસ્તાવેજાથી વંચિત છે, તેઓ આ પ્રક્રિયાથી સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે તેમની પાસે તેમના માતા-પિતા સંબંધિત માન્ય દસ્તાવેજા નથી.
મદાનીએ ભાર મૂક્યો કે ભારતના બંધારણની કલમ ૩૨૬ હેઠળ મતદાનનો અધિકાર દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ અધિકાર છીનવી લેવાનો કોઈપણ પ્રયાસ બંધારણની ભાવના અને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ છે, જેના કારણે લઘુમતીઓ, સ્થળાંતર કામદારો અને ગરીબ વર્ગનો લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ ઉઠી શકે છે. જમિયત ઉલેમા-એ-હિંદે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે આ સુધારણા પ્રક્રિયા તાત્કાલિક રદ કરવામાં આવે. તેના બદલે, મતદાર નોંધણી સામાન્ય અને પરંપરાગત રીતે થવી જાઈએ. તેમણે સ્થળાંતરિત મજૂરોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાને બદલે તેમના મતદાન અધિકારોનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો છે.
મૌલાના મદનીએ ચેતવણી આપી હતી કે ‘જા મતદાન અધિકાર છીનવાઈ જશે, તો તે ફક્ત ચૂંટણીલક્ષી અન્યાય નહીં. પરંતુ તે નાગરિકોની ઓળખ અને તેમના ભવિષ્ય પર હુમલો હશે.’ તેમણે એમ પણ કહ્યું કે જમિયત દરેક નાગરિક, મજૂર, મહિલા અને લઘુમતીના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણીય અને કાનૂની સ્તરે લડશે. તેમણે દ્રઢતાથી કહ્યું કે જા કોઈ આ અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરશે, તો જમિયત દરેક સ્તરે તેની સામે લડશે.
મૌલાના મહમૂદ મદનીએ બિહારની મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લોકશાહી અને બંધારણ માટે ખતરો ગણાવી છે. તેઓ માંગ કરે છે કે આ પ્રક્રિયા રદ કરવામાં આવે અને મતદાર નોંધણી સામાન્ય રીતે કરવામાં આવે. આ મામલો હવે ચૂંટણી પંચના વલણ પર આધાર રાખે છે, જે નક્કી કરશે કે બિહારમાં મતદારોના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરવામાં આવશે.