બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા, મુંગેર વિધાનસભા મતવિસ્તારમાં એક મોટો ખેલ ખેલાયો છે. મુંગેરના જન સૂરજના ઉમેદવાર સંજય સિંહ પાર્ટી છોડીને ભાજપમાં જાડાયા છે. સંજય સિંહ ભાજપમાં જાડાયા છે અને ભાજપના ઉમેદવારનો પક્ષ લીધો છે. સંજય સિંહને ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયે સભ્યપદ આપ્યું હતું.બિહારમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે, જેમાં પ્રથમ તબક્કો ૬ નવેમ્બરે અને બીજા તબક્કો ૧૧ નવેમ્બરે યોજાશે. ચૂંટણી પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર થશે.બિહારમાં ૨૪૩ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અહીં મુખ્ય સ્પર્ધા દ્ગડ્ઢછ અને મહાગઠબંધન વચ્ચે છે, પરંતુ પ્રશાંત કિશોરની નવી પાર્ટી, જન સૂરજ, પણ નજીકની સ્પર્ધામાં હોય તેવું લાગે છે. જાકે, મુંગેરથી જન સૂરજના ઉમેદવારનું છેલ્લી ઘડીએ ભાજપમાં જાડાવાથી જન સૂરજ અને પ્રશાંત કિશોર માટે મુશ્કેલીઓ વધી શકે છે.ચૂંટણી દરમિયાન નેતાઓનું પક્ષ બદલવું અસામાન્ય નથી, મતદાનના એક દિવસ પહેલા પોતાનો પક્ષ છોડીને જતો ઉમેદવાર ચોક્કસપણે ચર્ચાનો વિષય છે. આ મુદ્દો રાજકારણમાં પણ ચર્ચાઈ રહ્યો છે કારણ કે પ્રશાંત કિશોર બિહાર ચૂંટણીઓ અંગે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે, અને કોઈ પણ પોતાના પક્ષના ઉમેદવારના છેલ્લી ઘડીના પ્રસ્થાનને પચાવી શકતું નથી.આ સમાચાર લખતી વખતે, જન સૂરજ કે પ્રશાંત કિશોર તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જાવાનું એ છે કે પાર્ટી શું સ્પષ્ટતા આપે છે.