(એ.આર.એલ),પટણા,તા.૨૨
બિહારના સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો. એકાએક બ્રિજ ધરાશાયી થતાં મોટા અવાજે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. થાંભલાઓ ઘૂસી જતાં થોડી જ મિનિટોમાં પુલ તૂટી પડ્યો હતો. હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી. પુલ તૂટી પડવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના દારુંડા બ્લોકના રામગઢા પંચાયતમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ ઘણો જૂનો હતો અને ગયા વર્ષે કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ કેનાલ બનાવવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. જેના કારણે પાણીના જારદાર પ્રવાહને કારણે પુલના થાંભલા પરથી માટી ખસવા લાગી હતી. પુલના થાંભલા નમી જવા લાગ્યા.
બ્રિજ ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ગંડક કેનાલ પર બનેલો આ પુલ મહારાજગંજ બ્લોકના પટેઢી બજાર અને દારુંડા બ્લોકની રામગઢ પંચાયતને જાડે છે. આ પુલની મદદથી હજારો લોકો એક બાજુથી બીજી તરફ જતા હતા. પરંતુ હવે લોકોને નજીકના ગામડાઓ સુધી પહોંચવા માટે પણ લાંબા અંતરની મુસાફરી કરવી પડશે. જેને લઈને ગ્રામજનોમાં રોષ જાવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ માંગ કરી છે કે બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ કરવામાં આવે અને દોષિતો સામે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
તાજેતરમાં જ બિહારના અરરિયા જિલ્લામાં બકરા નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. ૧૨ કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું હજુ સુધી ઉદ્ઘાટન પણ થયું ન હતું. પુલના બે થી ત્રણ થાંભલા નદીમાં ધસી પડતા પુલ ધરાશાયી થયો હતો. આ પુલ સિક્તી અને કુર્સકાંતા બ્લોકને જાડવા જઈ રહ્યો હતો.
એવું કહેવાય છે કે સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિજય કુમાર મંડલે પુલના નિર્માણ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પુલ ધરાશાયી થયાની માહિતી મળતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ પુલ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ખોવાઈ ગયો છે. આ પુલ બે બ્લોકને સીધો જાડવાનું માધ્યમ બની શક્યો હોત, પરંતુ તેનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તે નદીમાં ડૂબી ગયો હતો. આ પુલ ગ્રામીણ બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેને જમીન પર જ થાંભલા દાટીને તૈયાર કરવામાં આવ્યો હતો. એપ્રોચ રોડ પણ હજુ સુધી બનાવવામાં આવ્યો ન હતો.