બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે એકવાર ફરી રાજયને વિશેષ દરજજો આપવાની માંગ કરી છે.તેમણે કહ્યું કે રાજયની પ્રતિ વ્યક્તિ આવક ૨૦૦૪-૦૦૨માં માત્ર ૭,૯૧૪ હતી જે ૨૦૧૯-૨૦ સુધી વધીને ૫૦,૭૩૫ રૂપિયા થઇ છે.જો કે બિહારની વસ્તી અને વિસ્તારને જોતા આ વિકાસ દર પર્યાપ્ત નથી મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે નીતિ આયોગ માને છે કે બિહાર પછાત રાજય છે,આથી અમે ઇચ્છીએ છીએ કે બિહારને વિશેષ દરજજો આપવામાં આવે.નીતીશકુમાર ગત એક દાયકાથી બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાની માંગ કરી રહ્યાં છે.તાજેતરમાં બિહારના મંત્રી વિજેન્દ્ર યાદવે તેને લઇ નીતિ આયોગને એક પત્ર લખ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે બિહાર વિશેષ રાજયનો દરજજો હાંસલ કરવા માટે નક્કી તમામ માનકો પર ખરૂ ઉતરે છે.
વિજેન્દ્ર યાદવે કહ્યું હતું કે નીતિ આયોગનો એક રિપોર્ટ બતાવે છે કે બિહાર દેશનું સૌથી ગરીબ પ્રદેશ છે.નીતિ આયોગને લખેલા પત્રમાં યાદવે લખ્યું છે કે બિહાર પ્રતિ વ્યક્તિ આવક,વિકાસ અને જીવન સ્તરના માનકો પર રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે.તેમણે લખ્યું છે કે બિહાર પુર અને દુષ્કાળ જેવી સમસ્યાઓથી પ્રભાવિત રહેનાર રાજય છે અને અહીંના અડધાથી વધુ જીલ્લા આ પ્રાકૃતિક આપદાઓનો સામનો કરતા રહ્યાં છે.તેમણે તેની પાછળ રાજયમાં પ્રાકૃતિક સંસાધનોની કમી અને વધુ વસ્તીને જવાબદાર ઠેરવી છે.
યાદવે પોતાના પત્રમાં બિહારની આવી સ્થિતિ માટે કેન્દ્ર સરકારને પણ જવાબદાર બતાવી હતી તેમણે લખ્યું કે કેન્દ્ર તરફથી રાજયમાં ઔદ્યોગિક વિકાસ અને ટેકનીકી શિક્ષાને લઇ આવશ્યક પહેલ કરવામાં આવી નથી અને જોહેર ક્ષેત્રના એકમો માટે પણ કોઇ પહેલ કરવામાં આવી નથી.તેમણે કહ્યું કે બિહાર હરિત ક્રાંતિના લાભથી દુર રહ્યું અને આજ કારણે અહીં ખેતી કિસાનીને પણ પર્યાપ્ત વિકાસ થયો નહીં યાદવે કહ્યું કે બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાથી અહીંની વિવિધ વિકાસ યોજનાઓમાં રાજય પર પડનાર દબાણ ઓછું થશે જયારે સરકારમાં ભાજપના કવોટાના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીએ આ મુદ્દા પર કહ્યું કે જયારે કેન્દ્ર સરકાર રાજયને વિશેષ દરજજો વાળા રાજયોથી વધારે નાણાં આપી રહી છે તો આ માંગણીનો શું અર્થ રેણુ દેવીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પહેલા જ બિહારના વિકાસ માટે યોગ્ય નાણાં ઉપલબ્ધ કરાવી રહી છે.બિહારને મળનારી રકમ તે રકમથી વધુ છે જે વિશેષ દરજજોવાળા રાજયોને આપવામાં આવે છે.આવામાં આ માંગનું કોઇ ઔચિત્ય રહેતું નથી