બિહારની કુશશ્વેરસ્થાન અને તારાપુર પેટાચુંટણીમાં મળેલી જીત બાદ જદયુનું સમગ્ર ધ્યાન હવે ૨૦૨૦માં યુપી અને મણિપુરમાં યોજનાર વિધાનસભા ચુંટણી પર છે.જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુંગેરના સાંસદ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બંન્ને જગ્યાઓએ પાર્ટીનો ઝંડો બુલંદ રાખવા માટે દરેક સંભવ કવાયત ચાલી રહી છે.જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે યુપી વિધાનસભા ચુંટણીમાં ભાજપથી બેઠકોની ફાળવણીની જવાબદારી કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહને આપવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી જ જદયુને સમ્માનજક બેઠકો માટે ભાજપ હાઇકમાન્ડ સાથે વાત કરી રહ્યાં છે જયારે મણિપુર સારસંભાળ રાષ્ટ્રીય ખુદ રાખી રહ્યાં છે.
રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે જા યુપીમાં સન્માનજનક બેઠકો જદયુને મળશે નહીં તો યુપીમાં જદયુ એકલા હાથે ચુંટણી લડશે.તેમણે કહ્યું કે વિકાસ પુરૂષ મુખ્યમંત્રી નીતીશકુમારના કામની પ્રશંસા ફકત બિહારની જનતા જ નહીં બીજા રાજયોના લોકો કરી રહ્યાં છે. બંન્ને રાજયોની જનતા મુખ્યમંત્રીના વિકાસને પ્રાથમિકતા આપશે
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં બિહાર પુરી રીતે બદલાઇ ગયું છે માર્ગ,વિજળી અને આરોગ્ય સહિત દરેક ક્ષેત્રમાં વિકાસનું કામ થયું છે.મહિલા સશક્તિકરણની દિશામાં મુખ્યમંત્રીએ દેશમાં નવું ઉદાહરણ રજુ કર્યું છે.રાજયમાં મહિલાઓને અનામત આપવાનું કામ વિકાસ પુરૂષ મુખ્યમંત્રીએ જે કર્યું છે તે અનુકરણીય છે.સમગ્ર દેશભરના લોકો નીતીશકુમારને પસંદ કરે છે સામાજિક ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યું છે તે દરેક રાજયોની જનતા જાઇ રહી છે રાજયમાં કાનુનનું રાજ છે પોલીસ પોતાનું કામ કરી રહી છે.કોઇ પણ કામમાં સરકાર તરફથી કોઇ હસ્તક્ષેપ કરવામાં આવતો નથી બિહાર વિકાસના મામલામાં દેશના બીજા રાજયો માટે રોલ મોડલ છે.રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે બંન્ને રાજયોમાં જદયુએ ચુંટણીની તૈયારી શરૂ કરી છે ત્યાં જદયુના પદાધિકારીઓથી લઇ કાર્યકર્તા ચુંટણી તૈયારીમાં કુદી પડયા છે તેમણે પેટાચુંટણીમાં પાર્ટીને જીત અપાવવા માટે જનતાનો પણ આભાર માન્યો હતો.