છેલ્લા ૪ દિવસથી લાપતા ૨૨ વર્ષીય પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પત્રકાર અને આરટીઆઈ એક્ટિવવિસ્ટ બુદ્ધિનાથ ઝા ઉર્ફ અવિનાશની ઉંમર ૨૨ વર્ષની હતી, છેલ્લે અવિનાશને ૯ નવેમ્બરની રાતે ૯.૫૮ વાગ્યે પોતાના ઘરની નજીક આવેલા ક્લીનિક પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં જોવામાં આવ્યો હતો. મૃતક પત્રકાર એક લોકલ ન્યૂઝ પોર્ટલ સાથે જોડાયેલો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે અવિનાશ પોતાના ઘરની બાજુમાં આવેલી ગલીમાં કેટલીયવાર સુધી ફોન પર વાત કરી રહ્યો હતો.
છેલ્લે ૯ વાગીને ૫૮ મિનિટ પર તેને બેનીપટ્ટી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતો જોવામાં આવ્યો હતો. પછીથી તેનો કોઈ અતોપતો નહોતો ચાલ્યો. જ્યારે બીજી સવારે તેના પરિજનોએ શોધખોળ શરૂ કરી તો તેની બાઈક અને બાઈકની ચાવી ક્લિનિક પાસેથી જ મળી આવ્યાં જ્યાં તે કામ કરતો હતો. જેથી બધાએ અનુમાન લગાવ્યું કે અવિનાશ સવારે વહેલો આવવા માંગતો હશે પણ એવું ના થયું.
૧૦ નવેમ્બરે પરિજનોની ચિંતા વધતાં તેમણે ક્લિનિક પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ખંગાળ્યાં, જેમાં અવિનાશને છેલ્લે ૯.૫૮ મિનિટે જોવામાં આવ્યો હતો. જે બાદ પરિજનોએ આ અંગે પોલીસ સ્ટેશને જોણકારી આપી. પરિજનોની ફરિયાદ પર પોલીસે અવિનાશનો મોબાઈલ ટ્રેસ કર્યો, તો જોણવા મળ્યું કે બેનીપટ્ટી પોલીસ સ્ટેશનેથી પશ્ચિમ તરફ ૫ કિમી દૂરી પર આવેલ બેતૌના ગામમાં ૧૦ તારીખે સવારે ૯ વાગ્યે તેનો મોબાઈલ આન થયો હતો. પરંતુ પોલીસને બેતૌના ગામમાંથી કંઈ ઠોસ સબૂત ના મળ્યાં.
આ દરમિયાન તેના કેટલાક સાથીઓએ જોણકારી આપી કે અવિનાશ ઝા ફરીથી બેનીપટ્ટીનાબેનીપટ્ટીના ફેક ન‹સગ હોમ વિરુદ્ધ કાર્યવાહી કરવાને લઈ કાર્યવાહી કરી રહ્યો હતો.જોણકારી માટે જણાવી દઈએ કે અગાઉ અવિનાશ ઝાએ ડઝનેક ફેક ન‹સગ હોમ પર પરિવાર અને આરટીઆઈના માધ્યમથી લાખોનો દંડ અને કેટલીય દુકાનો બંધ કરાવી ચૂક્યો છે. આ દરમિયાન તેને સતત ધમકીઓ મળી હતી, તેને કેટલીયવાર લાખોના પ્રલોભનો પણ મળ્યાં જેને તેણે ક્યારેય સ્વીકાર્યાં નહીં.
જણાવી દઈએ કે અવિનાશે ૨૦૧૯માં બેનીપટ્ટીના કટૈયા રોડમાં જયશ્રી હેલ્થકેર નામે પોતાનું ન‹સગ હોમ ખોલ્યું હતું, જેમાં તે બહારથી ચિકિત્સકોને બોલાવી દર્દીઓનો ઈલાજ કરાવતો હતો. આ દરમિયાન પ્રતિદ્વંદ્વી કેટલાક ચિકિત્સકોએ તેના ન‹સગ હોમ પર ષડયંત્ર રચી હંગામો કરી દીધો, જેનાથી પરેશાન થઈ તેણે ક્લિનિક બંધ કરી દીધું. અને તેણે નક્કી કરી લીધું કે હવે એ વિસ્તારમાં કોઈ ક્યાંય મેડિકલ લાઈનમાં ખોટું નહીં કરી શકે, અને તેણે આરટીઆઈ કરવી શરૂ કરી દીધી.
પોલીસને સંદિગ્ધ લોકોના સીડીઆર કાઢવામાં ૨૦-૨૨ કલાકનો સમય લાગ્યો. પરંતુ અવિનાશ લાપતા થયો હોવાની જોણકારી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો. આ ઘટનાક્રમમાં ૧૨ નવેમ્બરે અવિનાશના કાકાના છોકરા બીજે વિકાસના નંબર પર ઉડેન ગામના એક યુવકનો કોલ આવ્યો. ફોન પર તેન ગામ પાસેના હાઈવે નજીક એક લાશ મળી હોવાનું જણાવવામાં આવ્યું. જે બાદ પ્રશાસન સાથે કેટલાક પરિજનો ઘટના સ્થળે પહોંચ્યાં, જ્યાં મૃતદેહની ઓળખ કરવામાં આવી.
મૃતદેહ સળગાવી રસ્તાકાંઠે ફેંકી દીધો હતો.
અવિનાશના હાથની અંગૂઠી, પગમાં મસ્સાનું નિશાન, ગળામાં રહેલી ચેનથી તેની ઓળખ થઈ શકી. મૃતદેહ રિકવર કર્યાના તરત બાદ અવિનાશના મોટા ભાઈની સહમતિથી મૃતદેહને મધુબની સદર હોસ્પિટકલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો, જ્યાં રાતે પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિજનોને સોંપી દેવામાં આવ્યો. ૧૩ નવેમ્બરે સિમરિયામાં અવિનાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.