રાષ્ટ્ર વાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (એનસીપી એસપીઁ) ના પ્રમુખ શરદ પવાર શનિવારે બિહાર પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જાડાણ (એનડીએ) બિહાર વિધાનસભા ચૂંટણી હારે તો તેમને આશ્ચર્ય નહીં થાય કારણ કે રાજ્યના લોકો પરિવર્તન ઇચ્છે છે.પવારે કહ્યું કે બિહાર દેશના અન્ય રાજ્યો કરતા અલગ છે અને ભારતીય રાજકારણમાં કેટલીક નિર્ણાયક ક્ષણોનો સાક્ષી રહ્યો છે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે ભલે તેમણે બિહારમાં પ્રચાર કર્યો નથી, પરંતુ રાજ્યમાં તેમના સંપર્કો પાસેથી મળેલી માહિતીના આધારે, જા એનડીએ સત્તા ગુમાવે તો તેમને આશ્ચર્ય થશે નહીં. તેમણે કહ્યું, “બિહારના લોકો પરિવર્તન ઇચ્છે છે, અને આ વખતે તે થશે.”તેમણે કહ્યું, “આ એક ગરીબ રાજ્ય છે,પરંતુ તેના નાગરિકો રાજકીય રીતે સભાન છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ચંપારણમાં મહાત્મા ગાંધીનું આંદોલન, કટોકટી સામે જયપ્રકાશ નારાયણનું આંદોલન અને વિરોધ પક્ષમાં રહીને હાથી પર બેલચીની ઇંન્દીરા ગાંધીની મુલાકાત ભારતીય રાજકારણમાં નિર્ણાયક ક્ષણો છે.”પવારે મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે જનજાગૃતિ લાવવા બદલ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાની ફરિયાદો પર ધ્યાન આપવું જાઈએ અને તે મુજબ પગલાં લેવા જાઈએ. તેમણે કહ્યું, “આ મામલો આજનો નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહ્યો છે.” આ પછી પણ, જો સંબંધિત અધિકારીઓ ધ્યાન ન આપી રહ્યા હોય, તો આ એક ગંભીર બાબત છે.બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૫.૦૮ ટકા મતદાન થયું, જે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. શાસક મુખ્યમંત્રી નીતિશ કુમારના બે દાયકાના શાસનના આધારે રાજ્યમાં સત્તા જાળવી રાખવાની આશા રાખી રહ્યું છે, જ્યારે રાષ્ટ્ર ીય જનતા દળના નેતૃત્વ હેઠળના વિપક્ષ કુશાસન અને નોકરીઓના વચનોનો હવાલો આપીને મત માંગી રહ્યું છે.







































