બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ ડ્રાફ્ટ યાદીમાં વિસંગતતા દર્શાવતા મીડિયા અહેવાલને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે આ અહેવાલો અટકળો પર આધારિત છે અને ઉતાવળમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. આ અહેવાલો મતદાર યાદી વ્યવસ્થાપનને નિયંત્રિત કરતા કાયદાકીય માળખાની વિરુદ્ધ છે. એકસ પરની એક પોસ્ટમાં, બિહારના સીઇઓએ જણાવ્યું હતું કે એસઆઇઆરએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ હેઠળ કરવામાં આવતું એક વૈધાનિક કાર્ય છે.

બિહારના સીઇઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન ડ્રાફ્ટ યાદી અંતિમ નથી. “આ સ્પષ્ટપણે જાહેર ચકાસણી માટે છે અને મતદારો, રાજકીય પક્ષો અને અન્ય તમામ હિસ્સેદારો પાસેથી દાવાઓ અને વાંધાઓને આમંત્રિત કરે છે. ડ્રાફ્ટ તબક્કામાં કોઈપણ કથિત ડુપ્લીકેશનને ‘અંતિમ ભૂલ’ અથવા ‘ગેરકાયદેસર સમાવેશ’ ગણી શકાય નહીં, કારણ કે કાયદો દાવાઓ/વાંધાઓ અને ચૂંટણી નોંધણી અધિકારીઓ દ્વારા અનુગામી ચકાસણી દ્વારા ઉપાયની જોગવાઈ કરે છે,” પોસ્ટ વાંચે છે.

મીડિયા અહેવાલો ૬૭,૮૨૬ ડુપ્લીકેટ મતદારો દર્શાવે છે. આના પર,સીઇઓએ કહ્યું કે આ આંકડો લોકોના નામ અને તેમની અન્ય માહિતીને મેચ કરીને રજૂ કરવામાં આવ્યો છે. દરેક વિસ્તારના લોકોના દસ્તાવેજા સાથે મેચ કર્યા વિના, આને ડુપ્લીકેટ મતદારો કહી શકાય નહીં. તેમણે કહ્યું કે બિહારના ગ્રામીણ વિસ્તારોમાં, ઘણી વ્યક્તિઓનું નામ, માતાપિતાના નામ અને ઉંમર પણ સમાન હોવી સામાન્ય છે. સુપ્રીમ કોર્ટે ફિલ્ડ તપાસ વિના આવી સમાનતાને સાચા પુરાવા તરીકે ગણી નથી.

બિહારના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ યાદીમાં ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે અને આ સમય દરમિયાન તેને પડકારી શકાય છે. બધા લોકો તેમના વાંધા નોંધાવી શકે છે અને જરૂરી પગલાં લઈ શકાય છે. બિહારના સીઈઓએ એ પણ માહિતી આપી હતી કે ઇઆરઓ ૨.૦ સોફ્ટવેરનો ઉપયોગ વસ્તી વિષયક રીતે સમાન એન્ટ્રીઓ શોધવા માટે થાય છે, જે કાઢી નાખતા પહેલા બૂથ લેવલ અધિકારીઓ અને ઇઆરઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર ચકાસવામાં આવે છે. આ પ્રક્રિયા ખાતરી કરે છે કે સાચા મતદારો ઓટોમેટેડ અલ્ગોરિધમ દ્વારા મતાધિકારથી વંચિત ન રહે.”

વાલ્મીકીનગરમાં ૫,૦૦૦ ડુપ્લીકેટના આરોપો અંગે, ઇસીઆઇએ કહ્યું, “વાલ્મીકીનગરના કિસ્સામાં, એવું કહેવું આવશ્યક છે કે ૫,૦૦૦ વ્યક્તિઓ વિશે વિગતવાર અહેવાલ પ્રદાન કરવો આવશ્યક છે જેમના પર ડુપ્લીકેટ હોવાનો આરોપ છે. ત્યારે જ કોઈપણ તપાસને સુસંગત ગણી શકાય. ફક્ત કાલ્પનિક આધારે નંબર આપવાથી કોઈ પણ હકીકત સાચી સાબિત થતી નથી.” ચૂંટણી પંચે અહેવાલમાં પ્રકાશિત થયેલા કેસોને પણ સંબોધ્યા, જેમ કે ત્રિવેણીગંજની “અંજલિ કુમારી” અને લૌખાના “અંકિત કુમાર”. “આ કારકુની ભૂલ, સ્થળાંતર સંબંધિત બહુવિધ અરજીઓ અથવા ઘરગથ્થુ સ્તરે ખોટી રિપો‹ટગને કારણે ઉદ્ભવી શકે છે. આવા દરેક કેસ દાવાઓ અને વાંધાઓના સમયગાળા દરમિયાન (૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થાય છે) ચકાસણી પછી સુધારણાને પાત્ર છે. કાનૂની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. અંજલિ કુમારી અને અંકિત કુમાર બંને કેસ માટે ફોર્મ ૮ ભરવામાં આવ્યું છે.”

ચૂંટણી પંચે એવા આરોપોને નકારી કાઢ્યા હતા કે મોટા પાયે મશીન-સ્તરીય વિશ્લેષણને રોકવા માટે મતદાર યાદીઓ “લોક” કરવામાં આવી હતી. “મતદાતાઓની નોંધણી નિયમો, ૧૯૬૦ ના નિયમ ૨૨ હેઠળ, અખંડિતતા સુનિશ્ચિત કરવા અને દુરુપયોગ અટકાવવા માટે મતદાર યાદીઓ નિર્ધારિત ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રોલ્સને “નોન-સ્ક્રેપેબલ” બનાવવા એ ડેટા સુરક્ષા માપદંડ છે અને ડુપ્લીકેશન છુપાવવાનો પ્રયાસ નથી. માનનીય સુપ્રીમ કોર્ટે કમલનાથ વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચ ૨૦૧૮ ના કેસમાં આ સંદર્ભમાં પહેલાથી જ નિર્દેશો જારી કર્યા છે.”

બિહારના સીઈઓએ “રાજ્યભરમાં લાખો ડુપ્લીકેટ અસ્તીત્વમાં હોઈ શકે છે” તેવા અંદાજની પણ ટીકા કરી હતી. “આવા અંદાજા કાલ્પનિક અને કાયદેસર રીતે અસમર્થ છે,” કમિશને કહ્યું. અદાલતોએ વારંવાર કહ્યું છે કે મોટા પાયે ડુપ્લીકેશનના આરોપોને આંકડાકીય અનુમાન દ્વારા નહીં પણ ચકાસણીયોગ્ય પુરાવા દ્વારા સમર્થન આપવું જોઈએ.” કાયદાકીય માળખાને પુનરાવર્તિત કરતા, કમિશને કહ્યું, “લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨૨, જો નિર્ણાયક પુરાવા બહાર આવે તો ઇઆરઓને ડુપ્લીકેટ નામો કાઢી નાખવાની સત્તા આપે છે. તેથી, ડુપ્લીકેશનનો સક્રિય રીતે સામનો કરવા માટે એક વૈધાનિક પદ્ધતિ અસ્તીત્વમાં છે. કોઈપણ રાજકીય પક્ષના કોઈપણ મતદાર અથવા બૂથ-સ્તરના એજન્ટને જો ડુપ્લીકેશનની શંકા હોય તો મતદારો નોંધણી નિયમો, ૧૯૬૦ ના નિયમ ૧૩ હેઠળ ચોક્કસ વાંધો નોંધાવવાનો અધિકાર છે.