સોમવારે સવારે પૂર્ણિયામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક પલટી જતાં ૮ લોકોના મોત થયા છે. આ ઘટના જલાલગઢમાં સીમા કાલી મંદિર પાસે બની હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
પૂર્ણિયાના જલાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ફોરલેન એનએચ-૫૭ પર પાઇપથી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં લગભગ એક ડઝન લોકો સવાર હતા, જેમાં ૮ લોકોના મોત થયા હતા. ઘટનાની જોણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજોમાં લીધો હતો. ટ્રક ક્યાંથી આવી રહી હતી અને ક્યાં જતી હતી તે હજુ સુધી જોણી શકાયું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક પલટી જતાં તમામ મજૂરો લોખંડની પાણીની પાઈપ નીચે દટાઈ ગયા, જેના કારણે તેમનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ તમામ મજૂરો રાજસ્થાનના રહેવાસી હતા. ટ્રક અગરતલાથી જમ્મુ-કાશ્મીર જઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરે નિદ્રા લેવાના કારણે આ અકસ્માત થયો હતો. બોરબેલનો માલ ટ્રકમાં ભરાયો હતો. લોખંડની પાઈપ નીચે દબાઈ જવાથી કામદારોનું મોત થયું હતું.
અડધો ડઝન મજૂરો ઘાયલ થયા છે, બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. જેસીબીથી ટ્રકને સ્થળ પરથી ઉપાડી લેવામાં આવી છે. દટાયેલા મજૂરોને બચાવવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળેથી દર્દનાક તસવીરો સામે આવી છે. ઘટનાની માહિતી મળતા જ જલાલગઢ અને કસ્બા પોલીસ સ્ટેશન પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. પાઇપ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.માર્ગ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજોગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલiમાં દાખલ કર્યા હતા. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. તે જ સમયે, ઘટના બાદ ટ્રક ચાલક ફરાર હોવાનું કહેવાય છે.
ઘટનાના સંદર્ભમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે પાઇપ ભરેલી ટ્રક ખૂબ જ ઝડપથી જઈ રહી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર ઊંઘી ગયો હશે, જેના કારણે આ ઘટના બની છે. ટ્રકમાં સવાર તમામ લોકો શ્રમિક વર્ગના હોવાનું જણાય છે. લોકોનું કહેવું છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે.