બિહારના કિસાનો હવે ઓલા અને ઉબરની જેમ ભાડા પર કૃષિ યંત્રોને મંગાવી શકશે.યંત્ર સીધુ ખેતર સુધી પહોંચાડવામાં આવશે તેના માટે સરકાર તરફથી તૈયારી લગભગ પુરી થઇ ગઇ છે.જે યંત્ર જરૂર હશે તેનું બુકીંગ એપથી કરો અને તેનું વળતર કરો યંત્ર ખેતરમાં આવી જશે.
હકીકતમાં મુખ્યમંત્રી હરિત કૃષિ સંયંત્ર યોજના હેઠળ પહેલા તબક્કામાં ૨૯૨૭ પૈકસોમાં કૃષિ સંયંત્ર બેંક બનાવવામાં આવી રહી છે.૪૩૯ કરોડ રૂપિયાનું ફંડ જોરી કરવામાં આવ્યું છે ૧૮૦૩ પૈકસોમાં યંત્ર બેંક બની ગઇ છે.હાલ આ કામ ઓફલાઇન થઇ રહ્યું છે પરંતુ તાકિદે પસંદગી પૈકસોમાં સંયંત્ર બેંક બનાવી મોબાઇલ એપથી જોડવામાં આવશે.
૧૫ જુલાઇથી કૃષિ યંત્ર બુકીગ એપની શરૂ થવાની સંભાવના છે.કહેવાય છે કે ખુબ ઓછા ભાવ પર તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.સહકારિકતા વિભાગ આ યોજનાનું સંચાલન કરી રહ્યું છે આ યોજનાથી રાજયના નાના અને મધ્યમ વર્ગના કિસાનોને લાભ થશે.
સૌથી મોટો સવાલ છે કે આખરે કૃષિ યંત્રનો ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવશે તેની બાબતમાં કહેવામાં આવી રહ્યું છે કે બુકીગ કર્યા બાદ કિસાનને એક ટાઇમ સ્લોટ આપવામાં આવશે જેમાં તે ભાડા પર કૃષિ ઉપકરણનો ઉપયોગ કરી શકશે ભાડું નક્કી કરવા માટે પ્રમંડલ સ્તર પર કમિટિ છે તેમાં સંબંધિત પૈકસના અધ્યક્ષ સંયુકત નિબંધક સહકારિતા પદાધિકારી ક્ષેત્રના બે કિસાન અને અન્ય સભ્યો હશે આ કમિટી ઉપકરણોનું ભાડુ નક્કી કરશે.