આ બિલ ગયા મહિને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષે ડ્રાફ્ટ કાયદાની જાગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો હતો
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
વકફ (સુધારા) બિલ વકફ મિલકતોના સંચાલન અને રક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં આ સંસદમાં પસાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે આ વાત કરી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ થવા પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ બિલ વકફ પ્રોપર્ટીનો દુરુપયોગ પણ અટકાવશે.આ બિલ ગયા મહિને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષે ડ્રાફ્ટ કાયદાની જાગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ તેને તપાસ માટે સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે વકફ સુધારા બિલનો ઉદ્દેશ્ય વિવાદોને ઓછો કરવાનો છે. તે ડિજિટલ પ્લેટફોર્મ પર વકફ પ્રોપર્ટીની ઓનલાઈન નોંધણી અને દેખરેખની પણ જાગવાઈ કરે છે.સરકારના પ્રથમ ૧૦૦ દિવસની સિદ્ધિઓ ગણાવતા અધિકારીએ કહ્યું કે ૫ કરોડ આદિવાસીઓની સામાજિક-આર્થિક સ્થતિમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ૬૩ હજાર આદિવાસી ગામોનો વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે નમસ્તે (નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ) યોજનાને સ્વચ્છતા કાર્યકરોની સાથે કચરો ઉપાડનારાઓને સામેલ કરવા અને તેમના સામાજિક અને આર્થિક સશક્તકરણને પ્રોત્સાહન આપવા માટે વિસ્તૃત કરવામાં આવી છે.અધિકારીએ જણાવ્યું હતું કે અનુસૂચિત જનજાતિ સાથે જાડાયેલા ત્રણ લાખ વિકલાંગ લોકોને વિશિષ્ટ વિકલાંગ ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં ૬૦ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે ૧.૧૭ લાખ કાર્ડનો સમાવેશ થાય છે. પીએમ-સૂરજ પહેલને અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગો અને સ્વચ્છતા કામદારોને આજીવિકા માટે સબસિડીવાળી ધિરાણની બહેતર ઍક્સેસ પ્રદાન કરવા માટે પણ વિસ્તૃત કરવામાં આવ્યું છે. એકલવ્ય મોડલ રેસિડેન્શયલ સ્કૂલના કારણે ૪૦૫ સ્કૂલોમાં ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટે ૪૦ નવી શાળાઓ પણ બનાવી છે અને ૧૧૦ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા છે.