છત્તીસગઢના બિલાસપુરમાં એક ટ્રેન અકસ્માત થયો છે, જ્યાં કોરબા  પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જારદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોતની આશંકા છે. અકસ્માતની માહિતી મળતા જ રેલ્વે અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે ઘણી એમ્બ્યુલન્સ પણ હાજર છે, જ્યાં ઘાયલોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે.મેનુ ટ્રેન ગેવરાથી બિલાસપુર જઈ રહી હતી. માલગાડી બિલાસપુરથી આવી રહી હતી. બિલાસપુર રેલ્વે સ્ટેશન નજીક લાલ ખંડ નજીક બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઈ, જેના કારણે સામસામે ટક્કર થઈ. અકસ્માતના વીડિયો અને ફોટા સામે આવી રહ્યા છે, જેમાં માલગાડીની ઉપર ટ્રેન ચઢી ગઈ છે. અકસ્માત સ્થળે અફડાતફડી મચી ગઈ હતી. બંને ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.