રાખનાં રમકડાં
“જા…. એમ ન ચાલે હોં. મેં તારા માટે તો આ બધું ખાવાનું બનાવ્યું છે. અને આવું ગરમ પીણું પીધા પછી થોડું ખાવું તો પડે જ. સાવ ભૂખ્યા પેટે પથારીમાં ન પડાય… સમજ્યો ? ”
“પણ… ભાભી ! ”
“ભાભી…. ભાભી ન કર. જા તારા હાથ કામ ન કરતા હોય તો લાવ…. હું તારી થાળીમાં બધું પીરસી દઇ પછી મારા હાથે ખવરાવીશ, બસ…. ”
મહેશ કશું બોલ્યો નહીં, ચૂપ જ રહ્યો. તેણે ફકત તેનું ડોકું હકારમાં ધુણાવ્યું.
શાંતુએ મહેશની થાળીમાં થોડી ખીચડી, સેવ – ટામેટાનું શાક અને કડક ભાખરી મૂકી પછી બોલી:
“ચાલ, હવે તો ખાવા માંડ, એમ ને એમ બેસી ન રહેવાય…”
બિયરનો નશો મહેશને સારો એવો ચડયો હતો. આમેય પહેલીવાર જ પીવાથી નશો ખૂબ વધારે ચડે. એટલે તો તેની જીભ પણ હવે લોચા વાળવા લાગી હતી. છતાંપણ તે હસતો તો રહેતો જ હતો. મહેશની આવી હાલત, આવી સ્થિતિ જાતા શાંતુનું હૈયું તો ખૂબ જ હરખાઇ ગયું હતું. તેને તો અતિ આનંદ આવી રહ્યો હતો. કદાચ આજની રાત તેના માટે ખૂબ કિંમતી હતી.
મહેશે બે – ચાર કોળિયા માંડ માંડ ખાધા હશે ત્યાં ને તે બોલ્યો: “બસ ભાભી…! હવે મારાથી વધારે નહીં ખવાય…”
“તો હવે તારે શું કરવું છે ? ” શાંતુએ એમ જ પૂછયું.
“કંઇ નહીં, હું શું કરૂં ? હવે હું મારા રૂમમાં જઇ પથારીમાં લાંબો થઇશ.”
“કેમ… તારા રૂમમાં ? તને તો ખબર છે કે આજે દામલ અહી છે નહીં, તું તારા રૂમમાં જા તો પછી મને એકલીને અહી ડર ન લાગે…?”
“તો એમાં હું શું કરૂં ?”
“તારે કંઇ કરવાનું નથી બસ, ચાલ…. મારી સાથે ચાલ, મારા બેડરૂમમાં જ આજે તું આરામ કરજે, ઊંઘી જજે….”
“તમારા બેડરૂમમાં ? ”
“હા, મારા બેડરૂમમાં…. એમાં શું થયું ? તને ડર લાગે છે ? દિયર – ભાભી એક રૂમમાં સાથે રહી ન શકે..?”
“તમે શું બોલો છો એ હવે હું સાચે જ કંઇ સમજી નથી શકતો, ભાભી ! મને અત્યારે કંઇ જ ખબર નથી પડતી. તમે જેમ કહો તેમ હું બધું જ કરવા તૈયાર હું હુકમ કરો ભાભી….”
ને પછી શાંતુએ મહેશનો એક હાથ પકડયો. તેની સાથે સાથે ધીરે ધીરે ચાલીને તે તેના બેડરૂમમાં મહેશને લઇ ગઇ. પછી મખમલી એવા વિશાળ પલંગમાં સાવ ધીમે રહીને મહેશને બેસાડી દીધો.
નશામાં પલંગ પર આડા પડયા પછી શું થયું તેની કશી જ યાદ મહેશને રહી નહીં. પરંતુ એ તો સત્ય હકકીત હતી કે શાંતુને જે કામ માટે મહેશની જરૂર હતી તે કામ ને તેણે આનંદ રહીને પૂણપણે પાર પાડી લીધું હતું.
સવારમાં સાડા – આઠ વાગે જયારે મહેશ જાગ્યો ત્યારે તેની હાલત ખૂબજ ખરાબ અવસ્થામાં હતી પોતે હજી પણ નિર્વ† અવસ્થામાં પથારીમાં પડયો હતો વળી તેનું આખુંયે શરીર જરાપણ સાથ આપતું ન હતુ. અંગ અંગ અને બધાજ સ્નાયુઓ રબ્બર જેવા થઇ ગયા હતા. હાડકે હાડકું જાણે દર્દથી ઉતરાઇ રહ્યું હતું.
હા, તેને એટલું તો યાદ હતું કે, સૂતા પહેલાં તેણે વધારે પડતું બિયર પીધું હતું, બસ, આ સિવાય… પછી શું થયું અને આવું બધું કેમ થયું તેનો તેને ખ્યાલ હતો જ નહીં.
ભાભીના બેડરૂમમાં પલંગ પર આડા પડયા પછી શું થયું હશે તેની તેને રજ માત્ર પણ યાદ ન આવી. ખૂબ ખૂબ યાદ કર્યું છતાં કશુ યાદ ન જ આવ્યું જે પળ અંગે તેને ખૂબ જ ઉત્સાહ હતો, ખૂબ જ આગ હતો… તે કિંમતી પળ આવી શકે કે કેમ ? તેની પણ તેને કયાં કંઇ ખબર હતી…?
તો પણ મહેશ એટલું તો સમજી ચૂકયો હતો કે તેના પોતાના શરીર સાથે કંઇક અઘટીત તો થયું જ હતું. કારણ કે તેને તેના શરીરે જ આવી ફરિયાદ કરી દીધી હતી. તેના શરીરમાંથી બધો જ કિંમતી રસ અથવા તો બધું ગરમ ગરમ લોહી કોઇએ ચૂસી લીધું હોય તેમ તેને લાગ્યું.
એ જાગ્યો તયારે તેના શરીર પર એકેય વ† ન હતું. આમ – તેમ જાતા બેડરૂમમાં પણ કોઇ દેખાયું નહીં. એટલે ગભરાતા ગભરાતા તે બેઠો થયો ને થોડે છેટે પડેલો પોતાનો નાઇટ ડ્રેસ ઝડપથી પહેરી લીધો. હવે શું કરવું…?
(ક્રમશઃ)