રાખનાં રમકડાં

મહેશે આવું બોલતા હવે શાંતુએ તેનું બિયર કેન હાથમાં પકડયું, પછી હોઠે ધરી નાની એવી ચૂસકી જ ભરી. એની જીભ પર ચચરી ઊઠી એટલે મોઢું થોડું બગડી ગયું. આવું ઇ મહેશે હસતાં કહ્યું: “બિયર આમ ન પીવાય, ભાભી ! થોડો મોટો ઘૂંટડો ભરો….”
“મારાથી વધારે ન લેવાય, મારે તો તનેય સાચવવો પડે ને ! તું પીવા માંડ, હું તને સાચવી લઇશ….બસ ! બાકી નશો એટલે નશો…”
“હું તો પી જ રહ્યો છું, મને તો ખૂબ જ મજા આવે છે.”
“બસ…, તારે તો મજા જ કરવાની છે, જુવાન છોને એટલે ખૂબ મજા કરી લે. સાથે સાથે મને પણ મજા કરાવવાની છે, સમજ્યો…?”
“હું કયાં ના પાડુ છું…” મહેશ બોલ્યો.
“હવે તું એક કામ પહેલાં જરા ઊભો થઇને આપણા ડેલાને અંદરથી બરાબર બંધ કરી દે. પછી સાવ જ નિરાંત…” શાંતુએ કહ્યું.
મહેશ તરત જ ઊભો થયો ને શરીરને સમતોલ રાખી તે બહાર દરવાજા તરફ ચાલ્યો. બરાબર આ સમયનો લાભ લઇ શાંતુએ તેનું બિયર કેન મહેશ બેઠો હતો ત્યાં મૂકી દઇ, મહેશનું બિયર કેન પોતે લઇ લીધું. જેમાં થોડું જ બિયર બચ્યું હતું. ત્યાં તો મહેશ પાછો આવ્યોને તેની જગ્યાએ બેસી ગયો. આવતાવેંત – બેસતા વેંત જ ભાભી સામે નજર કરી કહ્યું ઃ “બિયર છે તો બહુ જ સરસ હો ભાભી, આટલું અમથું દરવાજા સુધી હું ચાલ્યો તો એવું લાગ્યું કે હું જાણે હવામાં ઊડતો હોઉં. અને બીજું એ કે હું જયાં જાઉં છું ત્યાં બધુ ડબ્બલ ડબ્બલ અને વિચિત્ર દેખાય છે. શું… બિયર પીવાથી આવું આવું થાય… ભાભી ?”
“બિયર પીવાથી નશો તો થાય જ, પરંતુ રંગીલો નશો થાય છે. દારૂ જેટલો નશો ન થાય. અને આ નશો બે – ત્રણ કલાક સુધી મસ્ત રહે છે. એટલે થોડો સમય તો તને આવું બધું થશે, એવું ચક્કર જેવું પણ થશે. સાચું કહેજે, તને મજા આવે છે ને….?”
“અરે ભાભી…! વાત જ જવા દો. મન તો અત્યાર બે – બે ભાભી દેખાય રહ્યા છે. ખૂબ જ મજા આવે છે. અત્યારે હું સાવ હળવો ફૂલ જેવો થઇ ગયો છું. આ જુઓ, આમ હું મારો હાથ પછાડું છું તો પણ મને દર્દની જરાય ખબર નથી પડતી, જરાપણ દુઃખાવો નથી થતો…” આમ બોલતાંની સાથે મહેશે તેને હાથ ટેબલ પર જારથી પછાડયો. પછી ખડખડાટ હસવા લાગ્યો.
મહેશની આવી વર્તણુંક જાતાં શાંતુ ખુશ થઇને પછી તરત જ બોલી: “આ વર્તન કરવું તારા માટે સારૂં નથી, મહેશ… રહેવા દે… આમ હાથને પછાડાય નહીં, તારે તારી તાકાતનું પ્રદર્શન બતાવવાનું હજી બાકી છે, થોડીવાર પછી બરાબર ચાલ…, હવે તું તારા બિયરનું કેન ખાલી કર….”
“અરે…. વાતો વાતોમાં પીવાનું તો સાવ ભૂલી જ ગયો, સોરી ભાભી…! એમ બોલતાની સાથે તેણે કેન મોઢે માંડયું. પછી તો ઘૂંટ પર ઘૂંટ પીવા જ માંડયો એટલે મહેશનો સાચો રંગ તો હવે જ પૂરપૂરો ખીલ્યો હતો. સાચે જ તે ભાન ભૂલવા લાગ્યો હતો. થોડીવાર તે છતને તાકી રહેતો તો થોડીવાર શાંતુને ! ને પછી થોડીવાર ફર્સને તાકી રહેતો. વળી આવું બધું કરતા કરતા તે તેની આંખો પણ બંધ કરી દેતો હતો.
શાંતુ પાસે પડેલું બિયરનું કેન કે જેમાં માત્ર ઘૂંટડો જ બિયર હતું તે શાંતુએ તેના મોઢે માંડી એક ઘૂંટમાં જ પૂરૂં કરી નાખ્યું ને પછી ખાલી થઇ ગયેલું કેન મહેશને બતાવતાં શાંતુએ કહ્યું: “ચાલ…. મારી સામે જો, મેં મારૂ બિયર પી લીધું છે. હવે તું પણ તારૂં બિયર પૂરૂં કરી નાખ….”
“બસ ભાભી બસ….! તમે તો મારાથી પણ જબરા નીકળ્યાં હોં ! ખૂબ જ ઝડપ કરી. તમને મજા તો આવે છે ને ? ચાલો, હવે હું પણ બિયર પૂરૂં કરૂં આમ બોલતાંની સાથે એકી શ્વાસે મહેશ બધું બિયર ગટગટાવી ગયો.
અત્યારની મહેશની સ્થિતિ કેવી હતી ?!
તે થોડું થોડું ચાલી શકે, થોડું થોડું બોલી શકે, થોડું થોડું સાંભળી શકે… અને આંખો તો માંડ અર્ધી જ ખૂલ્લી રહેતી. એવી સ્થિતિ મહેશની થઇ હતી આમ જુઓ તો બિયરના બે કેન તેના પેટમાં ગયા હતા એટલે આવો નશો તો રહે જ ને…?
“બિયર હવે પૂરૂં થઇ ગયું મહેશ…, ચાલ…. હવે તને જે ભાવે તે થોડું થોડું ખાઇ લે, પછી નિરાંતે પથારી ભેગા થઇએ….”
“મારે હવે જરાય ખાવું નથી, ભાભી….”
(ક્રમશઃ)